‘મુસ્લિમોને નુકસાન થયું તો...’ વક્ફ બિલ મુદ્દે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારને ચેતવણી
Waqf Board Amendment Bill 2024 : જમિયત-ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ રવિવારે (3 નવેમ્બર 2024) વક્ફ બોર્ડના સુધારા પર તેમની પ્રતિક્રિયા આપી હતી. દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં જમિયત-ઉલેમા-એ-હિંદના બંધારણ સંરક્ષણ સંમેલનની અધ્યક્ષતા કરતી વખતે મૌલાના અરશદ મદનીએ કહ્યું, "દેશમાં વર્તમાન માનસિકતા સાંપ્રદાયિક છે. વકફ બિલ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. હું બિહારના સીએમ નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને આમંત્રણ આપું છું, કે મુસ્લિમોની ભાવનાઓ આ સાથે કેટલી જોડાયેલી છે, તે તેઓ બંગલામાં બેસીને ક્યારેય નહીં સમજી શકે."
આ પણ વાંચો : ટ્રમ્પ બાદ હવે કમલા હેરિસને પણ ચૂંટણી પહેલા આવી ભારતની યાદ, શેર કરી બાળપણની ખાસ તસવીર
ભાજપની સરકારને દેશની જનતાએ હરાવી છે
કેન્દ્રમાં સત્તામાં રહેલા ટીડીપીના વડાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, "હું નાયડુનો આભાર માનું છું. ભાજપની સરકારને દેશની જનતાએ હરાવી છે, પરંતુ બે આધારે ભાજપની સરકાર બેઠી છે. નવાબ જાન, નાયડુ સાહેબે ટીડીપીના ઉપાધ્યક્ષને અહીં મોકલ્યા છે, જે અહીંની સ્થિતિ વિશે તેમને જણાવશે. આ મહિનાના અંતે અમે 15 ડિસેમ્બરે નાયડુના વિસ્તારમાં 5 લાખ મુસ્લિમોને એકઠા કરીશું."
આ બિલમાં ઝેર ભરાયેલું છે
અરશદ મદનીએ TDP અને જેડીયુને ચેતવણી આપતાં કહ્યું કે, જો આ કાયદો પસાર થશે, તો પછી જે આધારે દેશમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે, તેમાં તેમની પણ જવાબદારી ગણાશે. આ બિલની અંદર ઝેર ભરેલું છે જે મુસ્લિમોને નુકસાન પહોંચાડશે. જમિયત-ઉલેમા-એ-હિંદનો દાવો છે, કે 24મી નવેમ્બરે વકફ સંશોધન બિલ વિરુદ્ધ જમિયત દ્વારા પટનામાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવશે. જેમાં બિહારના સીએમ નીતિશ કુમાર પણ સામેલ થશે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ વાત કહી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા શનિવારે (2 ઓક્ટોબર 2024) ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB) એ કહ્યું હતું કે, જો મુસ્લિમો બિલમાં સુધારા ઈચ્છતા નથી, તો તેને એક સાઈટમાં મૂકી દેવું જોઈએ. AIMPBના જનરલ સેક્રેટરી મૌલાના મોહમ્મદ ફઝલુરરહીમ મુજાદીદીએ બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, માત્ર 13 દિવસમાં 3.66 કરોડથી વધુ મુસ્લિમોએ ઈમેલ દ્વારા વકફ સુધારા બિલ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. જ્યારે મુસ્લિમોને આ બિલ જોઈતું નથી તો સરકારે તેની અવગણના કરવી જોઈએ.