Get The App

વક્ફ (સુધારા) બિલ કાયદો બન્યો, સંસદ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ આપી મંજૂરી

Updated: Apr 6th, 2025

GS TEAM


Google News
Google News
વક્ફ (સુધારા) બિલ કાયદો બન્યો, સંસદ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ આપી મંજૂરી 1 - image


Waqf Amendment Act: વક્ફ સંશોધન બિલ 2025 હવે કાયદો બની ગયો છે. આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી છે. વકફ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી પહેલા બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.

સંસદ દ્વારા પસાર કરાયેલા વકફ સંશોધન અધિનિયમને 5 એપ્રિલ, 2025 ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ મળી છે.

વક્ફ (સુધારા) બિલ કાયદો બન્યો, સંસદ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ આપી મંજૂરી 2 - image

કેન્દ્રીય લઘુમતી કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ વિધેયકને ગૃહમાં રજૂ કર્યું હતું. આશરે 12-12 કલાક લાંબી ચર્ચા બાદ વક્ફ (સંશોધન) વિધેયક 2025ને બંને ગૃહમાંથી પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયકને લઈને સત્તાધારી NDA પક્ષ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી.

લોકસભામાં 288 સાંસદોએ વિધેયકના પક્ષમાં જ્યારે 232 સાંસદોએ વિરોધમાં મત આપ્યા હતા. જ્યારે રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધ 95 મત પડ્યા હતા. બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પણ બિલ પસાર થઇ જતાં તેને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. જ્યાં રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ વક્ફ (સંશોધન) બિલ કાયદો બન્યો છે.

Tags :