Get The App

JPCની બેઠકમાં વક્ફ બિલ પર ભારે વાદ-વિવાદ, ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
waqf Bill


Waqf Board Bill: વક્ફ સંશોધન બિલમાં સંશોધન કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) સમક્ષ ઉપસ્થિત બે ટોચના મુસ્લિમ સંગઠનોએ વક્ફ બાય યુઝર્સની જોગવાઈ દૂર કરવા મુદ્દે આકરો વિરોધ દર્શાવ્યો હતો. ઓલ ઈન્ડિયા પસમાંદા મુસ્લિમ મહાજ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રતિનિધિએ જેપીસી સાથે બેઠક કરી હતી.

શું દલીલ કરી?

મહાજે બિલને સમર્થન આપ્યું અને કહ્યું કે તે પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરશે. ભ્રષ્ટાચાર અને તકવાદને ખતમ કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. મહાજના પ્રતિનિધિમંડળે કહ્યું કે દેશને ધાર્મિક ગ્રંથોથી નહીં પરંતુ કાયદાથી ચલાવવો જોઈએ. તેમણે સમિતિને કહ્યું કે બિલમાં 'વક્ફ બાય યુઝર્સ'નો ઉલ્લેખ નથી અને તેને બિલમાં સામેલ કરવો જોઈએ.

મહાજે વક્ફની મેનેજમેન્ટ કમિટીઓમાં પસમાંદા મુસ્લિમો અને મહિલાઓને સામેલ કરવાની અને વક્ફ પ્રોપર્ટીનું કેગ દ્વારા ઓડિટ કરાવવાની પણ માંગ કરી હતી. 

આ પણ વાંચોઃ વક્ફ બોર્ડ બિલ અંગે જેપીસીને મળ્યાં 1,20,00,000 અભિપ્રાય, સમિતિના ચેરમેને કરી આ માગ

આ બિલ ગેરબંધારણીય: પર્સનલ લૉ બોર્ડ

પર્સનલ લૉ બોર્ડે બિલની જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો હતો, જે મુજબ માત્ર પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કરનાર વ્યક્તિને જ વક્ફ બનાવવાનો અધિકાર હશે. બોર્ડે કહ્યું કે આવી જોગવાઈ ગેરબંધારણીય અને સંસદના અધિકારક્ષેત્રની બહાર છે. આને સમુદાયના સભ્યો પર ધાર્મિક દેખરેખ તરીકે ગણવામાં આવશે.

વિપક્ષે કર્યો વિરોધ

પટનાની ચાણક્ય નેશનલ લૉ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ફૈઝાન મુસ્તફા પણ જેપીસી સમક્ષ હાજર થયા હતા અને 'એક રાષ્ટ્ર, એક કાયદો' અને સમાન નાગરિક સંહિતા પર કેટલીક ટિપ્પણીઓ કરી હતી, જેનો વિરોધ પક્ષના સભ્યોએ જોરદાર વિરોધ કર્યો હતો. આ સાથે જ તેમની કેટલીક દલીલો પર ભાજપ અને એનડીએના સભ્યોએ પણ સવાલો ઉઠાવ્યા હતા. આ દરમિયાન ભાજપના સાંસદ અને વિપક્ષના કેટલાક સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાજપના એક સાંસદે વિપક્ષી સભ્ય પર પણ ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. 

JPCની બેઠકમાં વક્ફ બિલ પર ભારે વાદ-વિવાદ, ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે 2 - image


Google NewsGoogle News