લોકસભા અધ્યક્ષે વકફ (સુધારા) બિલ 2024 માટે JPCની કરી રચના, સમિતિમાં 31 સભ્યોનો સમાવેશ

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
લોકસભા અધ્યક્ષે વકફ (સુધારા) બિલ 2024 માટે JPCની કરી રચના, સમિતિમાં 31 સભ્યોનો સમાવેશ 1 - image


Joint Parliamentary Committee: કેન્દ્ર સરકાર વતી કિરેન રિજિજુએ ગુરુવારે (08 ઓગસ્ટ) લોકસભામાં વકફ (સુધારા) બિલ 2024 રજૂ કર્યું હતું. લોકસભામાં સત્તા પક્ષ-વિપક્ષની જોરદાર ચર્ચા બાદ કેન્દ્રીય મંત્રીએ વક્ફ બિલને સંયુક્ત સંસદીય સમિતિને (JPC)માં મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે હવે લોકસભા અધ્યક્ષે વકફ (સુધારા) બિલ 2024 પર ચર્ચા કરવા 31 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિની રચના કરી છે. જેમાં લોકસભાના 21 અને 10 સભ્યો રાજ્યસભાના હશે.

લોકસભાના 21 સભ્યોમાં આ સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો

આ બિલ માટે રચાયેલી સંયુક્ત સમિતિમાં લોકસભાના 21 સભ્યોમાં જગદંબિકા પાલ, નિશિકાંત દુબે, તેજસ્વી સૂર્યા, અપરાજિતા સારંગી, સંજય જયસ્વાલ, દિલીપ સૈકિયા, અભિજીત ગંગોપાધ્યાયનો, ડીકે અરુણા, ગૌરવ ગોગોઈ, ઈમરાન મસૂદ, મોહમ્મદ જાવેદ, મોહિબુલ્લાહ, કલ્યાણ બેનરજી, એ. રાજા, ક્રિષ્ના અલાવરુ, દિલેશ્વર કામત, અરવિંદ સાવંત, સુરેશ ગોપીનાથ, નરેશ ગણપતિ, અરુણ ભારતી અને અસદુદ્દીન ઓવૈસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

રાજ્યસભાના સભ્યોના નામની જાહેરાત ટૂંક સમયમાં થશે

આ સમિતિમાં સામેલ થનારા રાજ્યસભાના સભ્યોના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. કેન્દ્ર સરકારે વકફ (સુધારા) બિલ 2024  (Waqf Amendment Bill) સંયુક્ત સંસદીય સમિતિને મોકલી દીધું છે. સમિતિને આગામી સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસ સુધી તેનો અહેવાલ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો છે. 

બિલ શિયાળુ સત્રમાં રજૂ થઈ શકે છે

નરેન્દ્ર મોદી (Nanrendra Modi) સરકારમાં આવું પહેલીવાર બન્યું છે કે જેપીસીને બિલ મોકલવામાં આવ્યું હોય. સરકાર આ બિલને સંસદના શિયાળુ સત્રમાં રાજ્યસભામાં રજૂ કરી શકે છે. કારણ કે ત્યાં સુધીમાં રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ નોંધપાત્ર રીતે વધી જશે, એટલે કે સરકારને બિલ પસાર કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

લોકસભા અધ્યક્ષે વકફ (સુધારા) બિલ 2024 માટે JPCની કરી રચના, સમિતિમાં 31 સભ્યોનો સમાવેશ 2 - image


Google NewsGoogle News