Get The App

મણિકર્ણિકા સ્મશાન ઘાટ પર અગ્નિ સંસ્કાર માટે વેઇટિંગ, ગરમીના પ્રકોપથી મોત વધ્યા

લોકો સ્વજનના શબની અંતિમવિધી માટે ઘાટો પર આવતા હોય છે

કોરોના પછી પહેલીવાર શબદાહ માટે ૫ થી ૬ કલાક રાહ જોવી પડી

Updated: May 31st, 2024


Google NewsGoogle News
મણિકર્ણિકા સ્મશાન ઘાટ પર અગ્નિ સંસ્કાર  માટે વેઇટિંગ, ગરમીના પ્રકોપથી મોત વધ્યા 1 - image


વારાણસી,૩૧ મે,૨૦૨૪,શુક્રવાર 

પવિત્ર પ્રાચીન ધાર્મિક નગરી વારાણસીમાં ગરમીના પ્રકોપથી મોતનું પ્રમાણ વધવાથી મહા સ્મશાન મણિકર્ણિકા પર અગ્નિ સંસ્કાર માટે લાઇન લાગી હતી. છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો વધવાથી શબદાહ માટે આવતા લોકોની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે. ગુરુવારની મધ્યરાત્રીએ ઘાટ પર લાકડા અને પુજન સામગ્રી પણ ખૂટી પડી હતી. રાત દરમિયાન લગભગ ૩૦૦ જેટલા શબોના અંતિમ સંસ્કાર થયા હતા. મણિકર્ણિકા જ નહી ભેંસાસુર ઘાટ ઉપર પણ શબદાહ માટે લાઇન જોવા મળતી હતી. 

શબદાહ માટે પાંચ થી ૬ કલાક રાહ જોવી પડી હતી. મણિકર્ણિકાઘાટ પર ભીડ વધવાથી શબને હરિશ્ચંદ્રઘાટ પર રવાના કરવામાં આવ્યા હતા. ઘાટની નજીક રહેતા સ્થાનિકોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે રોજ ૫૦ થી ૬૦ જેટલી અગ્નિ સંસ્કાર વિધી થતી તે વધીને ૪૦૦ થી ૫૦૦ જેટલી થાય છે. આસપાસના વિસ્તારોમાં તાપમાનનો પારો વધવાથી મરણનું પ્રમાણ વધ્યું છે.

કોરોનાકાળ પછી આવી પરિસ્થિતિ પહેલીવાર જોવા મળી રહી છે. વારાણસીનો ઘાટ પવિત્ર ગણાતો હોવાથી આસપાસના વિસ્તારના લોકો પોતાના સ્વજનના શબની અંતિમવિધી માટે ઘાટો પર આવતા હોય છે. અંતિમવિધીને લગતા ફોટો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. 


Google NewsGoogle News