'બાબુજી જરા ધીરે ચલો..' મંદિરમાં છોકરીઓએ ડાન્સની રીલ બનાવતા હિન્દુ સંગઠન ભડક્યાં
Ancient Venkatesh Temple Madhya Pradesh: આજકાલ રીલ બનાવવાનું વ્યસન યુવાનોને ભરખી રહ્યું છે. આ નવા યુગના યુવાનો જ્યાં પણ જાય છે, તે જગ્યાનો આદર કર્યા વિના રીલ બનાવવાનું શરૂ કરી દે છે. કેટલાક પોતાના જીવનને દાવ પર લગાવી રહ્યા છે તો કેટલાક અન્યના જીવનને દાવ પર લગાવી રહ્યા છે. ઘણા લોકો એવા છે જે રીલ માટે રસ્તાની વચ્ચે અશ્લીલતા કરતા પણ જરાય શરમાતા નથી. હાલમાં જ મધ્યપ્રદેશના સતનાથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે ખળભળાટ મચાવી દીધો છે.
મંદિરમાં આવી પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ લગાવવાની માંગ
સતનાના પ્રાચીન અને પવિત્ર વેંકટેશ મંદિરમાં બે છોકરીઓના અભદ્ર ડાન્સ પર વાયરલ રીલને કારણે વિવાદ ઉભો થયો છે. કેટલીક છોકરીઓ મંદિરની અંદર અભદ્ર ગીતો સાથે રીલ બનાવી રહી હતી, જેનાથી ભક્તોમાં રોષ ફેલાયો હતો. મંદિર સંકુલ માત્ર પિકનિક સ્પોટ બની ગયું છે, જ્યાં દિવસભર અસામાજિક તત્વો ભેગા થાય છે. હિન્દુ સંગઠનોનું કહેવું છે કે આવી ગતિવિધિઓથી ધાર્મિક આસ્થાનું અપમાન થઈ રહ્યું છે. હિન્દુ સંગઠને તેને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે અને મંદિરમાં આવી પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
सतना के सबसे प्राचीन पवित्र व्यंकटेश लोक मंदिर के अंदर फूहड़ भरे गानों के साथ युवतियां बना रही रील*
— Avinash Tiwari (@AVINASHKHABAR) January 3, 2025
मंदिर परिसर को पिकनिक स्पॉट बना दिये जाने भक्तों में नाराजगी। दिन भर असामाजिक लोगों का लगा रहता है जमावड़ा, लोगों ने कहा आस्था से हो रहा खिलवाड़। @P0LITICAL_ADDA @News18MP pic.twitter.com/OHsQaBnAC8
મંદિર પરિસરમાં રીલ બનાવનારા લોકો પર કડક કાર્યવાહી
જોકે, થોડા સમય પહેલા સરકારે ધાર્મિક સ્થળોને રીલ સ્પોટ બનાવવા બાબતે કડકતા દાખવી હતી. ગયા વર્ષે, સરકારે કેદારનાથ મંદિર પરિસરમાં રીલ બનાવનારાઓને પાઠ ભણાવવાનું શરૂ કર્યું હતું. મે 2024માં, કેદારનાથ મંદિર પરિસરમાં રીલ બનાવનારા 84 લોકો પાસે ચલણ ભરાવ્યો હતો. જેના કારણે સરકારને રૂ.30 હજારની આવક થઈ હતી.
આ પણ વાંચો: હાડ થીજવતી ઠંડી વચ્ચે ઉ.ભારતમાં વિઝિબિલિટી '0', ટ્રેન-ફ્લાઈટને અસર, IMDનું લેટેસ્ટ અપડેટ
ઉત્તરાખંડ સરકારે કેદારનાથ મંદિર પરિસરથી પચાસ મીટરના અંતરમાં રીલ અને ફોટોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. મંદિરથી 50 મીટરના અંતર સુધી વીડિયોગ્રાફી અને સોશિયલ મીડિયા રીલ બનાવનારા 84 અને તીર્થક્ષેત્રમાં દારૂ પીને હંગામો મચાવનારા 59 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.