Get The App

છઠ્ઠાં તબક્કામાં 58 બેઠકોની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, ભીષણ ગરમી વચ્ચે આવતીકાલે મતદાન

Updated: May 24th, 2024


Google NewsGoogle News
છઠ્ઠાં તબક્કામાં 58 બેઠકોની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, ભીષણ ગરમી વચ્ચે આવતીકાલે મતદાન 1 - image


Lok Sabha Elections 2024 |લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા હેઠળ છ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની ૫૮ લોકસભા બેઠકોની ચૂંટણી માટેનો પ્રચાર સમાપ્ત થઇ ગયો છે. દિલ્હીની સાત સહિત આ ૫૮ બેઠકો પર ૨૫ મેના રોજ મતદાન થવાનું છે. 

૨૫ મે શનિવારના રોજ જે ૫૮ બેઠકો પર મતદાન થવાનું છે તેમાં ઉત્તર પ્રદેશની ૧૪, હરિયાણાની ૧૦, બિહારની ૮, પશ્ચિમ બંગાળની ૮, દિલ્હીની ૭, ઓડિશાની ૬, ઝારખંડની ૪ અને જમ્મુ-કાશ્મીરની ૧ બેઠકનો સમાવેશ થાય છે. 

અત્યાર સુધીમાં ૫૪૩ બેઠકોમાંથી ૪૨૮ બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું છે. ૨૫ મે પછી સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ૧ જૂન શનિવારે થશે અને ૪ જૂને દેશની તમામ લોકસભા બેઠકોની મતગણતરી કરાશે.

૨૫ મેના રોજ યોજાનાર ચૂંટણીમાં જે દિગ્ગજોનું ભાવિ નક્કી થવાનું છે તેમાં ભાજપના ધર્મેન્દ્ર પ્રધાન (સંબલપુર, ઓડિશા), ભાજપના મનોજ તિવારી અને કોંગ્રેસના કન્હૈયા કુમાર (ઉત્તર પૂર્વ દિલ્હી), ભાજપના મેનકા ગાંધી સુલતાનપુર (ઉત્તર પ્રદેશ), પીડીપીના મહેબૂબા મુફતી (અનંતનાગ-રાજોરી, જમ્મુ-કાશ્મીર), ભાજપના અભિજિત ગંગોપાધ્યાય (તમલુક, પશ્ચિમ બંગાળ), ભાજપના મનોહરલાલ ખટ્ટર (કરનાલ, હરિયાણા), નવીન જિંદાલ (કુરુક્ષેત્ર, હરિયાણા) અને રાવ ઇન્દ્રજિત સિંહ (ગુડગાવ)નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News