Get The App

રાજ્યસભાની 15 બેઠકો પર આજે થશે મતદાન, યુપી સહિત 3 રાજ્યોમાં રસપ્રદ મુકાબલો

રાજ્યસભાની 56 બેઠકોમાંથી 12 રાજ્યોની 41 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
રાજ્યસભાની 15 બેઠકો પર આજે થશે મતદાન, યુપી સહિત 3 રાજ્યોમાં રસપ્રદ મુકાબલો 1 - image


Rajya Sabha Election 2024 : દેશના ત્રણ રાજ્યોમાં રાજ્યસભાની 15 બેઠકો માટે આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક બેઠક માટે આજે મતદાન થવાનું છે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં ક્રોસ વોટિંગની શંકા છે, જ્યારે હિમાચલમાં કોંગ્રેસના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં જોરદાર ટક્કર જોવા મળશે

નોંધનીય છે કે દેશના 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો ખાલી છે. તેમાંથી 12 રાજ્યોની 41 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ત્યારે હવે આજે સવારે 9 વાગ્યાથી રાજ્યસભાની ચૂંટણી માટે મતદાનશરૂ થશે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. આ પછી સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, જ્યારે રાત્રે પરિણામ આવવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણીમાં જોરદાર ટક્કર જોવા મળશે. ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો માટે 11 અને કર્ણાટકમાં 4 સીટો માટે 5 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉપરાંત હિમાચલમાં પણ એક સીટ પર બે ઉમેદવારો છે.

41 સભ્યો બિનહરીફ ચૂંટાયા

રાજ્યસભાની 56 બેઠકોમાંથી 41 બેઠકો પર બિનહરીફ ચૂંટાયેલા સભ્યોમાં ભાજપના 20 અને કોંગ્રેસના 6 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તૃણમૃલના 4, વાયએસઆર કોંગ્રેસના 3, રાષ્ટ્રીય જનતા દળ અને બીજુ જનતા દળ (બીજેડી)ના 2-2 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આ સિવાય જેડીયુ, શિવસેના, એનસીપી અને બીઆરએસને એક-એક બેઠક મળી છે.

રાજ્યસભાની 15 બેઠકો પર આજે થશે મતદાન, યુપી સહિત 3 રાજ્યોમાં રસપ્રદ મુકાબલો 2 - image


Google NewsGoogle News