Get The App

ગુજરાતની 25 ટકા તો યુપીની 40 ટકા બેઠકો પર મતદાન ઘટ્યું: મહારાષ્ટ્રમાં પણ નિરસતા, શું સંકેત આપી રહ્યો છે આ ટ્રેન્ડ?

Updated: May 24th, 2024


Google NewsGoogle News
ગુજરાતની 25 ટકા તો યુપીની 40 ટકા બેઠકો પર મતદાન ઘટ્યું: મહારાષ્ટ્રમાં પણ નિરસતા, શું સંકેત આપી રહ્યો છે આ ટ્રેન્ડ? 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીનું પાંચ તબક્કાનું મતદાન થઇ ગયું છે. જેના 428 સીટ પરના વોટ ઈવીએમમાં બંધ છે. જેના પરિણામ 4 જૂને આવશે. પરંતુ આ મતદાનની વિશ્લેષણ પહેલાથી શરુ થઈ ગયું છે. 

એક અખબારી અહેવાલ મુજબ 409માંથી 258 સીટ એવી છે જ્યાં 2019ની સરખામણીમાં મતદાનમાં ઘટાડો થયો છે. તેમજ 88 સીટ પર દર પાંચમાંથી એક સીટ પર કુલ મતોની સંખ્યામાં પાંચ વર્ષ પહેલાની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે. 

દરેક રાજ્યમાં મતદાનની ટકાવારીમાં ઘટાડો  

અમુક રાજ્યમાં જ બે-ત્રણ સીટો પર મતદાનની ટકાવારી ઘટી હોય એવું નથી પરંતુ દરેક રાજ્યમાં મતદાનની ટકાવારી ઘટી છે. કેરળની તમામ 20 બેઠકો પર મતદાનમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેમાંથી 12 બેઠકો પર 2019ની સરખામણીમાં ઈવીએનમાં ઓછા મત નોંધાયા હતા. તેમજ ઉત્તરાખંડમાં પણ આ વખતે પાંચેય બેઠકો પર ઓછું મતદાન થયું હતું. 

રાજ્યસીટ પર મતદાનઓછી મત ટકાવારી ધરાવતી સીટઓછા મત ધરાવતી સીટ
કેરલા202012
ઉત્તરાખંડ553
રાજસ્થાન252212
તામિલનાડુ393418
ઉત્તરપ્રદેશ534017
મધ્યપ્રદેશ29239
ગુજરાત25246
મહારાષ્ટ્ર48206
બિહાર24211
આંધ્રપ્રદેશ2530


હિન્દીભાષી રાજ્યોમાં અલગ વલણ

રાજસ્થાન અને તમિલનાડુમાં પણ આવી જ સ્થિતિ છે. ત્યાં લગભગ અડધા ભાગની સીટ પર મતદારોની સંપૂર્ણ સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે અને આ રાજ્યોમાં લગભગ 90 ટકા સીટ પર ઓછું મતદાન નોંધાયું છે. 

યુપી અને મધ્યપ્રદેશમાં પણ ત્રણ-ચતુર્થાંશ બેઠકો પર ઓછું મતદાન થયું હતું, પરંતુ આ હિન્દીભાષી રાજ્યોમાં માત્ર એક તૃતિયાંશ બેઠકો પર 2019ની સરખામણીમાં ઓછું મતદાન નોંધાયુ હતુ. 

ગુજરાત-મહારાષ્ટ્રના મતદારો ઘણા પાછળ

ગુજરાતમાં 2019ની સરખામણીમાં 25 ટકા સીટ પર ઓછું મતદાન થયું છે. બિહારમાં, 24 માંથી 21 સીટ પર 2019ની તુલનામાં ઓછું મતદાન જોવા મળ્યું હતું. મહારાષ્ટ્રમાં 48માંથી 20 સીટ પર ઓછું મતદાન થયું હતું.

પરંતુ માત્ર છ સીટ પર ઓછા લોકો મતદાનના દિવસે મતદાન કરવા આવ્યા હતા. દેશભરની 409 બેઠકોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં 2019 કરતાં ઓછા મતદારો ધરાવતી છ બેઠકોમાંથી પાંચ મહારાષ્ટ્રમાં હતી જેમાં પૂણે અને દક્ષિણ મુંબઈનો સમાવેશ થાય છે.

છત્તીસગઢ એકમાત્ર એવું મોટું રાજ્ય જ્યાં મતદાન વધુ 

આ વખતે આંધ્ર પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, ઓડિશા, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં 2019ની સરખામણીમાં ઓછા મતવાળી કોઈ સીટ નથી. જો કે, તેમાંથી કેટલાકમાં ઓછું મતદાન નોંધાયું હતું. 

છત્તીસગઢ એકમાત્ર એવું મોટું રાજ્ય હતું કે જ્યાં મતદાન અને પ્રતિ બેઠક પર સંપૂર્ણ મત ગણતરી બંને વધુ હતા. જો કે ચૂંટણી પંચે દરેક સીટ પર પડેલા મતોની ચોક્કસ સંખ્યાનો ડેટા આપ્યો નથી, પરંતુ મતદારોના સરનામા અને મતદાનની ટકાવારી પણ આપવામાં આવી છે.

ગુજરાતની 25 ટકા તો યુપીની 40 ટકા બેઠકો પર મતદાન ઘટ્યું: મહારાષ્ટ્રમાં પણ નિરસતા, શું સંકેત આપી રહ્યો છે આ ટ્રેન્ડ? 2 - image


Google NewsGoogle News