Get The App

મતદાન વચ્ચે આ રાજ્યમાં થઈ બબાલ, ઉશ્કેરાયેલા ટોળાએ EVM-VVPT મશીન તળાવમાં ફેંકી દીધા

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
મતદાન વચ્ચે આ રાજ્યમાં થઈ બબાલ, ઉશ્કેરાયેલા ટોળાએ EVM-VVPT મશીન તળાવમાં ફેંકી દીધા 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી બબાલ થયાના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, દક્ષિણ 24 પરગણામાં ગુસ્સે ભરાયેલા ટોળાએ EVM અને VVPAT મશીનોને પાણીમાં ફેંકી દીધા છે. છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળની 9 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

EVM VVPAT મશીનોને તળાવમાં ફેંકી દીધું

મતદાનના સાતમા તબક્કાની શરૂઆતના થોડા સમય પછી, સમાચાર આવ્યા કે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કુલતાઈમાં બૂથ નંબર 40, 41 પર ભીડે કથિત રીતે EVM અને VVPAT મશીનોને તળાવમાં ફેંકી દીધા હતા. સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ, ટીએમસી સમર્થકો દ્વારા મતદારોને કથિત રીતે ધમકી આપવામાં આવી હતી, જેના કારણે ભીડ ઉશ્કેરાઈ ગઈ હતી અને ઈવીએમને તળાવમાં ફેંકી દીધા હતા.

પ્રથમ તબક્કાથી થઈ રહી છે હિંસા

આ વખતે પશ્ચિમ બંગાળે મતદાનની બાબતમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. જોકે, પહેલા તબક્કાથી પશ્ચિમ બંગાળમાંથી હિંસાના અહેવાલો આવી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાનના દિવસે જ તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો હતો કે અલીપુરદ્વાર તુફનગંજ-2 બ્લોકમાં બારોકોદલી-1 ગ્રામ પંચાયતના હરિરહાટ વિસ્તારમાં TMCની અસ્થાયી પાર્ટી કાર્યાલયને બીજેપી સમર્થકોએ આગ લગાવી દીધી હતી.


Google NewsGoogle News