કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં 35 વર્ષમાં પ્રથમ વખત બહિષ્કારના એલાન વિના ચૂંટણી યોજાઈ
Lok Sabha Election 2024: કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં પહેલીવાર ચૂંટણી થઈ રહી છે. શ્રીનગરમાં મતદાન માટે હાલ લાંબી લાઈનો લાગી ગઈ છે. જેમાં સુરક્ષાના ભાગરૂપે ભારે ફોર્સ તૈનાત છે. વાદળછાયું આકાશ હોવા છતાં શ્રીનગર શહેરના જૂના શહેર વિસ્તાર સહિત પુલવામા, કંગન, ગાંદરબલ, બડગામ અને પમ્પોર વિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદારોની લાઈન લાગેલી છે.
35 વર્ષમાં પહેલીવાર ચૂંટણીના બહિષ્કારનું એલાન નહી
1987 પછી કાશ્મીરમાં આ પહેલી ચૂંટણી છે જ્યારે અલગતાવાદીઓએ ચૂંટણી બહિષ્કાર કર્યો નથી. આ ઉપરાંત શ્રીનગરના જૂના શહેર વિસ્તારમાં પણ મતદારો કોઈ પણ ડર વિના મતદાન કરવા માટે આવી રહ્યા છે.
Enthusiastic voters are queuing up across polling stations in #Srinagar
— Election Commission of India (@ECISVEEP) May 13, 2024
📷CEO J&K#YouAreTheOne #GeneralElections2024 #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElections2024 #InkWaliSelfie pic.twitter.com/Vs7PNVlqRL
મજબૂત સુરક્ષા વ્યવસ્થા
અધિકારીઓએ લોકોને ભયમુક્ત મતદાનનું વાતાવરણ પૂરું પાડવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. સમગ્ર ક્ષેત્રમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
17, 47, 810 મતદારો મતદાન કરશે
મતવિસ્તારમાં 17,47,810 મતદારો છે, જેમાં 8,75,938 પુરૂષો, 8,71,808 સ્ત્રીઓ અને 64 થર્ડ જેન્ડરના મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે મતવિસ્તારમાં 2135 મતદાન મથકો બનાવ્યા છે, જેમાં 1004 શહેરી અને 1131 ગ્રામીણ છે.
24 ઉમેદવારો મેદાનમાં
આ મતવિસ્તારમાં 24 ઉમેદવારો મેદાનમાં છે. જોકે, મુખ્ય સ્પર્ધા નેશનલ કોન્ફરન્સ (NC)ના સૈયદ રૂહુલ્લાહ મેહદી, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વહીદ ઉર રહેમાન પારા અને જમ્મુ અને કાશ્મીર અપની પાર્ટીના મોહમ્મદ અશરફ મીર વચ્ચે છે.