Lok Sabha Elections 2024: મતદારોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર, ચૂંટણી પંચે 26 અધિકારીઓને કર્યાં સસ્પેન્ડ

Updated: Apr 27th, 2024


Google NewsGoogle News
Lok Sabha Elections 2024: મતદારોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર, ચૂંટણી પંચે 26 અધિકારીઓને કર્યાં સસ્પેન્ડ 1 - image


Image: Facebook

Lok Sabha Elections 2024: પૂર્વ ત્રિપુરા સંસદીય વિસ્તારમાં બીજા તબક્કામાં મતદાન પૂર્ણ થયુ અને અંતિમ રિપોર્ટ મળવા સુધી રાજ્યમાં કુલ 79.66 ટકા મતદાન થયુ. રાત્રે 8 વાગ્યા સુધી પૂર્વ ત્રિપુરા સંસદીય વિસ્તારમાં 1,664 મતદાન કેન્દ્ર પર ખૂબ વોટિંગ થયું. મુખ્ય ચૂંટણી અધિકારી પુનીત અગ્રવાલ અનુસાર ઈવીએમની તપાસ શનિવારે કરવામાં આવશે. જેનાથી ચૂંટણી અધિકારીઓને અંતિમ મતદાન ટકાવારીની જાણકારી મેળવવામાં મદદ મળશે, જેને વધવાની આશા છે.

ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યુ કે પૂર્વ ત્રિપુરામાં મતદાન શાંતિપૂર્ણ રીતે થયું અને મતદાન કેન્દ્રો પર મતદાન કરવા આવેલા મતદાતાઓનો આભાર. તેમણે જણાવ્યુ કે પૂર્વ ત્રિપુરા સંસદીય વિસ્તારમાં રાત્રે 8 વાગ્યા સુધી અંતિમ મતદાન 80.32 ટકા થયુ, હુ તે તમામ મતદાતાઓનો આભાર માનુ છુ જે મતદાન કેન્દ્રો પર મતદાન કરવા આવ્યા. અને પૂર્વ ત્રિપુરા સંસદીય વિસ્તારમાં 1,664 મતદાન કેન્દ્ર પર ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.

વોટર્સે ચૂંટણીનો બહિષ્કાર કર્યો

અમુક વિસ્તારોમાં વોટર્સે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો જેના વિશે પૂછવા પર અગ્રવાલે કહ્યુ, 'બે મતદાન કેન્દ્ર પર લોકોએ પોતાની ફરિયાદોને લઈને ચૂંટણીનો બહિષ્કાર કર્યો. તે રસ્તાની ખરાબ હાલત અને પોતાના વિસ્તારમાં વિકાસની અછતને લઈને ચિંતિત હતા. આ કારણ છે કે તેમણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. જ્યારે ચૂંટણી પંચે સ્થાનિક લોકોની ફરિયાદ વિશે જાણ્યુ, સ્થાનિક વિસ્તારના અધિકારીઓએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ આપણે પણ તેમના નિર્ણયનું સન્માન કરવુ પડશે'.

26 અધિકારી સસ્પેન્ડ થયા

તે વિશિષ્ટ મતદાન કેન્દ્રો પર મત ન નાખનાર મતદાતાઓની કુલ સંખ્યા વિશે તેમણે કહ્યું, 'ત્યાં બે મતદાન કેન્દ્ર 41/3 નટોંગલાલ પારા જેબી સ્કુલ અને 44/5 સંદઈમોહન પારા જેબી સ્કુલ તરીકે રજિસ્ટર્ડ છે. કુલ સંખ્યા તે મતદાન કેન્દ્ર માટે પાત્ર મતદાતાઓની સંખ્યા ક્રમશ: 649 અને 1,059 નોંધવામાં આવી અને જ્યાં 41/3 વોટ પડ્યા, જ્યારે અન્યમાં માત્ર 12 વોટર્સ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવ્યા'.

ફરિયાદોના નિવારણ મુદ્દે વરિષ્ઠ ચૂંટણી અધિકારીએ કહ્યુ, 'કુલ 92 ફરિયાદ મળી છે અને તેમાંથી તમામનો ઉકેલ કરી દેવાયો છે. આ પ્રક્રિયામાં આચરણ નિયમોના ઉલ્લંઘન માટે 26 ચૂંટણી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે'.


Google NewsGoogle News