Get The App

વિશ્વ ભારતી જમીન વિવાદ મુદ્દે CM મમતાની કાર્યવાહીની ચીમકી, કહ્યું PMને પત્ર લખીશ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિશ્વ ભારતી યુનિવર્સિટીના ભગવાકરણો આરોપ લગાવ્યો

CM મમતાએ કહ્યું કે, તેઓ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખશે

Updated: Feb 1st, 2023


Google News
Google News
વિશ્વ ભારતી જમીન વિવાદ મુદ્દે CM મમતાની કાર્યવાહીની ચીમકી, કહ્યું PMને પત્ર લખીશ 1 - image

કોલકાતા, તા.01 ફેબ્રુઆરી-2023, બુધવાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે વિરભૂમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન કરતા વિશ્વ ભારતી યુનિવર્સિટીના ભગવાકરણનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખશે. મમતાએ જણાવ્યું કે, શું તમે આ યુનિવર્સિટીના ધોરણો જોયા છે. અમને વિશ્વ ભારતીય યુનિવર્સિટી પર ગર્વ હતો, જોકે આજે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ આંસુ વહાવી રહ્યા છે. મને શરમ આવી રહી છે કે, વિશ્વ ભારતીની સ્થાપના આપણા રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, હું તે લોકોને છોડીશ નહીં. કોર્ટે આદેશ આપ્યો છે, અમે આદેશ જોવા માંગીએ છીએ, ત્યારબાદ અમે તમને અમારા નિર્ણયો જણાવીશું. એટલું જ નહીં રવિન્દ્રનાથ ઠાકુરના છેલ્લા વંશજ સુપ્રિયો ઠાકુર પણ આવ્યા છે અને અફસોસ વ્યક્ત કરી રહ્યા હતા કે, તેમણે મારા ઘર સામે દીવાલ ઉભી કરી દીધી છે. તેઓ આ વિશ્વ વિદ્યાલયનું ભગવાકરણ કરી રહ્યા છે. મુખ્યમંત્રી મમતાએ કહ્યું કે, પીએમ ચાન્સલર છે, તેમણે આ બાબત પર ધ્યાન આપવું જોઈએ. હું આ મામલે પીએમને પત્ર લખીશ.

યુનિવર્સિટીની જમીન પર કબ્જાનો આરોપ

ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યના ત્રણ દિવસના પ્રવાસે છે. તેમણે સોમવારે વિરભૂમ જિલ્લામાં નોબલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેનના પૈતૃક ઘરે જઈને તેમની મુલાકાત કરી હતી. મમતાએ વિશ્વ ભારતીય યુનિવર્સિટીના વિવાદ પર અમર્ત્ય સેનનું સમર્થન કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, વિશ્વ ભારતી યુનિવર્સિટીના કુલપતિ વિદ્યુત ચક્રવર્તીએ અમર્ત્ય સેન પર સેન્ટ્રલ યુનિવર્સિટીની જમીન પર દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ વિવાદ બાદ મમતા જાહેરમાં નોબલ પુરસ્કાર વિજેતાનું સમર્થન કરી રહ્યા છે.

અમર્ત્ય સેનને ઝેડ પ્લસ સુરક્ષા

મમતા બેનર્જીએ વિરભૂમમાં અમર્ત્ય સેનના મકાન બહાર પોલીસ બંદોબસ્ત મુકવાનો આદેશ આપ્યો છે. મમતાએ ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. સોમવારે મુલાકાત કરતી વખતે મમતાએ અમર્ત્ય સેનને વ્યક્તિગત રીતે રાજ્ય સરકારના જમીન રેકોર્ડ સોંપ્યા હતા. ત્યારબાદ તેમણે કહ્યું કે, તેમણે (વાઈસ ચાન્સેલર) આરોપ લગાવ્યો છે કે, વિશ્વ ભારતીની જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો છે, જે તદ્દન ખોટું છે. હું દુઃખી છું.

ભાજપ કરી રહી છે અપમાન 

મુખ્યમંત્રી મમતાએ કહ્યું કે, મને સરકારી જમીનના રેકોર્ડમાંથી તમામ વિગતો મળી છે. આ મુખ્ય દસ્તાવેજો છે. કોલકતા પરત ફર્યા બાદ અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. શા માટે આવું અપમાન સહન કરવું જોઈએ? હું માત્ર જમીનના અસલ દસ્તાવેજો સોંપવા તેમની પાસે જવા માંગતી હતી. ભાજપે આ રીતે અપમાન કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.

Tags :
Mamata-BanerjeeVisva-Bharati-UniversityAmartya-SenBidyut-Chakrabarty

Google News
Google News