IRCTCના આ પૅકેજમાં કરો હરિદ્વાર, ઋષિકેશ અને મસૂરીની મુલાકાત, ઓછા બજેટમાં પ્રવાસની તક
IRCTC Tour Package: IRCTC દ્વારા સમયાંતરે વિવિધ ટૂર પૅકેજ મૂકવામાં આવતાં હોય છે. જો તમે પણ તમારા પરિવાર સાથે શાંતિથી પહાડો પર ફરવાનો પ્લાન કરી રહ્યા છો, તો IRCTCનું આ ટૂર પૅકેજ તમારા માટે બેસ્ટ રહેશે.
હકીકતમાં IRCTCએ પર્વતોની મુલાકાત લેવા માટે Uttarakhand Simply Heaven પૅકેજ રજૂ કર્યું છે. આ પૅકેજમાં તમને દેહરાદૂન, હરિદ્વાર, મસૂરી સહિત અનેક સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. આવો આજે તમને આ પૅકેજ વિશે વિસ્તારથી જણાવીએ.
જાણો આ પૅકેજની વિગતો
IRCTCના આ ટૂર પૅકેજનું નામ ઉત્તરાખંડ સિમ્પલી હેવન (Uttarakhand Simply Heaven) છે. આ પૅકેજમાં તમને 5 રાત અને 6 દિવસ ફરવાનો મોકો મળશે. આ ટૂર પૅકેજ ગોરખપુરથી શરુ થશે.
પૅકેજમાં ક્યાં ક્યાં ફરવાની તક મળશે?
પૅકેજમાં તમને દેહરાદૂન, હરિદ્વાર, મસૂરી, ઋષિકેશમાં ફરવાનો મોકો મળશે.
કેટલા દિવસનો છે આ પ્રવાસ
આ પ્રવાસ 05 રાત અને 06 દિવસનો રહેશે.
જો આ પ્રવાસમાંં 5થી 11 વર્ષની ઉંમરનું બાળક તમારી સાથે જાય છે અને તમે તેના માટે અલગ બેડ લો છો તો, તમારે 15,035 રૂપિયા ખર્ચવા પડશે. પરંતુ, જો 5થી 11 વર્ષનું બાળક તમારી સાથે જાય છે અને તમે અલગ બેડ નથી લેતા, તો તમારે 10,455 રૂપિયા ચૂકવવા પડશે.
3AC પૅકેજનું ભાડું
જો તમે 3AC પૅકેજ બુક કરો છો, તો તમારે સિંગલ શેરિંગ માટે 36850 રૂપિયાનો ખર્ચ થશે. તેમજ ટ્વિન શેરિંગ માટે તમારે 20935 રૂપિયા, ટ્રિપલ શેરિંગ માટે 16,880 રૂપિયા ચૂકવવાના રહેશે અર્થાત્ ખર્ચવા પડશે. આ સાથે જો આ ટ્રિપમાં તમારી સાથે 5થી 11 વર્ષનું બાળક હશે, અને તેના માટે તમે અલગ બેડ લો છો, તો તમારે તેના માટે 12,425 રૂપિયા ખર્ચવા પડશે. તે જ સમયે, જો 5થી 11 વર્ષનું બાળક તમારી સાથે જાય છે અને તમે તેના માટે અલગ બેડ નથી લેતા, તો તમારે 7,845 રૂપિયા ચૂકવવા પડશે.
આ પૅકેજમાં તમને શું શું મળશે?
- પૅકેજમાં તમને આવવા-જવાની ટ્રેનની ટિકિટ આપવામાં આવશે.
- પૅકેજમાં તમને દેહરાદૂનમાં 1 રાત અને હરિદ્વારમાં 2 રાત રોકાવાની તક મળશે.
- પૅકેજ મુજબ તમને સેડાન અથવા એસયુવી ગાડીમાં ફરવા લઈ જવામાં આવશે.
- પૅકેજમાં ટેક્સ તેમજ પાર્કિંગની ચૂકવણીનો સમાવેશ કરેલો હોવાથી અલગથી કોઈ ચૂકવણી કરવાની રહેશે નહીં
પૅકેજમાં શું નહીં મળે?
- તમને પૅકેજમાં મુસાફરી વીમો નહીં મળે.
- આ સિવાય મિનરલ વોટર, ટેલિફોન ચાર્જ અને લોન્ડ્રી માટે અલગથી ચૂકવણી કરવાની રહેશે.
- કોઈપણ પ્રકારના ફોટા અને વીડિયો માટે તમારે તમારી જાતે જ પૈસાની ચૂકવણી કરવાની રહેશે.
- ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમને કોઈ ભોજન આપવામાં આવશે નહીં.
કેન્સલ કરાવતાં પહેલા તપાસી લેજો કેન્સલેશન પૉલિસી
- જો તમે ટ્રિપ શરુ થાય તેના 15 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરાવો છો, તો પૅકેજના ભાડામાંથી 250 રૂપિયા કાપવામાં આવશે.
- જો પૅકેજ શરુ થવાના 8થી 14 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરાવવામાં આવે તો પૅકેજની કિંમતમાંથી 25 ટકા રકમ કાપવામાં આવશે.
- જો પૅકેજ શરુ થવાના 4થી 7 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરાવવામાં આવે તો પૅકેજના ભાડામાંથી 50 ટકા કાપવામાં આવશે.
- આ સિવાય જો તમે પૅકેજ યાત્રા શરુ થવાના 4 દિવસ પહેલા પૅકેજ ટિકિટ કેન્સલ કરો છો, તો તમને પૅકેજ ટિકિટ માટે એક રૂપિયો પણ આપવામાં આવશે નહીં.
આ ઉપરાંત કોઈપણ વધારાની માહિતી માટે અહીં સંપર્ક કરી શકો છો.
IRCTC - પ્રાદેશિક કાર્યાલય - લખનૌ
સી-13, પર્યટન ભવન 2જી માળ, વિપિન ખંડ, ગોમતી નગર, લખનૌ
ફોન નંબર 8287930908/ 02,9119621081
વેબસાઇટ: www.irctctourism.com