હવે અયોધ્યામાં હેલિકોપ્ટરથી કરી શકાશે દર્શન, ચાર હજાર રૂપિયા હશે ભાડું
Ayodhya Ram Mandir : ઉત્તરપ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિરના હવાઈ દર્શન કરાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્ય સરકાર હેલિકોપ્ટરથી દર્શન કરાવાની યોજના શરુ કરવા જઈ રહી છે. જેમાં દર્શાનાર્થીઓ અમુક પૈસામાં રામ મંદિર ખાતે હેલિકોપ્ટરમાં બેસીને દર્શન કરી શકશે. મળતી માહિતી મુજબ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વહેલી તકે આ યોજનાની શરુઆત કરી શકશે.
4130 રૂપિયા ભાડું રહેશે
અયોધ્યામાં રામ મંદિરના હેલિકોપ્ટરથી દર્શન લઈને હાલમાં જે ભાડું નક્કી કરાયું છે તે દર વ્યક્તિએ 4130 રૂપિયા છે. આ જો કોઈ શ્રદ્ધાળુને રામ મંદિરના હવાઈ દર્શન કરવા છે તો તેને યુપી સરકારના 4130 રૂપિયા ભરવા પડશે. જો કે, હજુ સુધી એ નક્કી કરવામાં આવ્યું નથી કે, કેટલા સમય સુધી હેલિકોપ્ટરથી દર્શનાર્થીઓને દર્શન કરવા મળશે.
આ પણ વાંચો: મહાદેવ એપ કેસ: EDએ વધુ 388 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત, કુલ આંકડો 2200 કરોડને પાર
વર્ષ 2025માં રામ મંદિર સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે
અયોધ્યામાં તૈયાર થઈ રહેલું રામ મંદિર આગામી સપ્ટેમ્બર 2025 સુધીમાં બની જશે. આ વર્ષની શરુઆતમાં 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શ્રીરામલલાની પ્રતિમાની નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ જણાવ્યું હતું કે, 'મંદિરની ચાર દીવાલોમાં 8.5 લાખ ધનફૂટ લાલ બંસી પહાડપુર પથ્થરનો ઉપયોગ કરાશે અને આ પથ્થર અયોધ્યા મોકલવામાં આવ્યા છે, પરંતુ 200 શ્રમિકોની અછતના કારણે નિર્માણ કાર્યમાં મોડું થઈ રહ્યું છે.'
તેમણે કહ્યું કે, 'પહેલા માળે કેટલાક પથ્થરો નબળા અને પાતળા દેખાય છે, તેમની જગ્યાએ મકરાણા પથ્થરો સ્થાપિત કરવામાં આવશે. તમામ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સમિતિની બેઠક શુક્રવારે બીજા દિવસે પણ ચાલુ રહી.'
મળતી માહિતી મુજબ, રામ મંદિરના દર્શનની તર્જ પર યુપી સરકાર પણ પ્રયાગરાજમાં આયોજિત થનારા મહાકુંભના દર્શનનું આયોજન કરવાની યોજના બનાવી રહી છે. જો કે, આને લઈને સરકાર દ્વારા સત્તાવાર કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ તેને લઈને વહેલીતકે એલાન કરી શકે છે. જો આમ થશે તો કુંભમાં સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ પણ મહાકુંભના હવાઈ દર્શન કરી શકશે. આના માટે તેમની કેટલી રકમ ખર્ચવી પડશે તે નક્કી કરાશે. જો કે, હાલ તો આ યોજના શરુઆતના તબક્કે છે, એટલે આ દિશામાં જલ્દી જ એલાન થઈ શકે છે.