દિલજીત દોસાંઝના કોન્સર્ટનો વિરોધ, ઈન્દોરમાં વિહિપ-બજરંગ દળના સભ્યોએ હોબાળો કર્યો
VHP-Bajrang Dal Protest in MP: બજરંગ દળના મધ્ય પ્રદેશના ઇન્દોરમાં 8 ડિસેમ્બરે યોજાવા જઈ રહેલાં પંજાબી સિંગર દિલજીત દોસાંઝના સંગીત કાર્યક્રમની વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના સભ્ય યશ બચાનીએ કહ્યું કે, બજરંગ દળ આ આયોજનના વિરોધમાં ફરી રસ્તા પર ઉતરી શકે છે અને માંસાહર તેમજ દારૂ પીરસાવવાનો વિરોધ કરશે.
યશ બચાનીએ કહ્યું કે, બજરંગ દળને જાણકારી મળી છે કે, શહેરમાં એક સંગીત કાર્યક્રમ થઈ રહ્યો છે, જ્યાં ખુલ્લેઆમ દારૂ અને માંસાહાર પરોસવામાં આવશે. અમે અહીં તેનું નિરીક્ષણ કરવા અને એ સુનિશ્ચિત કરવા આવ્યા છીએ કે, પોલીસ પ્રશાસનની તરફથી મહિલાઓની સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
બજરંગ દળ, VHP નો વિરોધ
VHP ના સભ્યએ કહ્યું કે, 'અમે અહીં થતી લવ જેહાદની ઘટનાને લઈને પણ સતર્ક છીએ. અમે શહેરમાં સંસ્કૃતિની રક્ષા માટે જાહેરમાં દારૂ અને માંસાહાર પિરસાવવાનો વિરોધ કરીએ છીએ. કૉન્સર્ટના વિરોધમાં બજરંગ દળ કાલે રસ્તા પર ઉતરી શકે છે. અમે આ વિશે અમારો નિર્ણય જણાવીશું.'
આ તો ફક્ત ટ્રેલર છેઃ બજરંગ દળ
શનિવારે, બજરંગ દળના સભ્યોએ 'જય જય શ્રી રામ' અને 'દેશ કા બલ, બજરંગ દલ' જેવા નારા લગાવતા જોવા મળ્યાં. એક સભ્યએ કહ્યું, 'આ આજે બજરંગ દળનું ટ્રેલર હતું, અમે કાલે આખી ફિલ્મ બતાવીશું.'
જાહેરમાં દારૂની નથી આપી સંમતિ
સમગ્ર વિષય પર ઝોન-2 ના ડીસીપી (Deputy Commissioner of Police) અમરેન્દ્ર સિંહે આશ્વાસન આપ્યું કે, ઇન્દોર પોલીસ સ્થિતિને ગંભીરતાથી લઈ રહી છે. અમરેન્દ્ર સિંહે કહ્યું કે, 'ઇન્દોર પોલીસ કાયદા-વ્યવસ્થાની સ્થિતિ, મહિલા સુરક્ષા અને નશાકારક દવાઓના દુરૂપયોગના મામલાને ગંભીરતાથી લે છે. અમે અહીં જાહેરમાં દારૂ પિરસવું અને તેના સેવનની સંમતિ નથી આપી. અમે દરેક વાતને ધ્યાનમાં લઈ રહ્યા છીએ.'
બે લોકોની ધરપકડ
ઇન્દોર પોલીસે દિલજીત દોસાંઝના સંગીત કાર્યક્રમ પહેલાં બે લોકોને ગેરકાયદે ઊંચી કિંમતે ટિકિટના વેચાણના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કાળાબજારીમાં સામેલ આરોપી ઓનલાઇન કૉન્સર્ટ ટિકિટ ખરીદી તેને 10 હજાર રૂપિયામાં વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) રાજેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, 'ક્રાઈમ બ્રાન્ચ ટિકિટના કાળાબજાર પર સતત નજર રાખી રહી છે.