Get The App

નકલી વિઝા રેકેટનો પર્દાફાશ, રૂ.300 કરોડની છેતરપિંડી, 5000 નકલી વિઝા બનાવ્યા, 6ની ધરપકડ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
નકલી વિઝા રેકેટનો પર્દાફાશ, રૂ.300 કરોડની છેતરપિંડી, 5000 નકલી વિઝા બનાવ્યા, 6ની ધરપકડ 1 - image


Delhi Fake Visa Fraud : દેશમાં 300 કરોડ રૂપિયાના વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ સૌથી મોટા સ્કેમમાં 5000 નકલી વિઝા બનાવવા માટે પોલીસે છને દબોચી લીધા છે. મળતા અહેવાલો મુજબ દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન ચેકિંગ દરમિયાન નકલી સ્વિડીશ વિઝા પર ઇટાલી જઇ રહેલા હરિયાણાના સંદીપને બીજી સપ્ટેમ્બરના રોજ પકડવામાં આવ્યો હતો, તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેના ગામના અનેક લોકોએ આવા નકલી વિઝા પર વિદેશની મુલાકાત લીધી હતી.

પાંચ વર્ષમાં 5000 હજાર નકલી વિઝા ઈશ્યુ કરાયા

સંદીપે આપેલી માહિતી પરથી દિલ્હીમાં નકલી વિઝા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ રેકેટ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ચાર થી પાંચ હજાર નકલી વિઝા ઇશ્યુ કરવામાં આવ્યા હતાં અને 300 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી હતી. સંદીપે જણાવ્યું હતું કે તેણે આસીફ અલી નામના એજન્ટ પાસેથી 10 લાખ રૃપિયા ચુકવીને નકલી વિઝા મેળવ્યા હતાં. આ માહિતી મળ્યા પછી પોલીસે આસીફ અલી અને તેના સાથીઓ શિવા ગૌતમ અને નવીન રાણાની ધરપકડ કરી હતી. શિવા ગૌતમે આપેલી માહિતીને આધારે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય બે એજન્ટ બલબીર સિંહ અને જસવિંદર સિંહની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : હવામાન વિભાગનું ફરી મોટું અપડેટ, ગુજરાત સહિત આ 20 રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી

આરોપીઓ ફેક્ટરીમાં બનાવતા હતા વિઝા

આ બંનેની પૂછપરછ પરથી જાણવા મળ્યું હતું કે દિલ્હીના તિલક નગર વિસ્તારમાં આવેલા એક ફેક્ટરીમાં વિવિધ દેશોના નકલી વિઝા બનાવવામાં આવતા હતાં. આ ફેકટરીનું સંચાલન મનોજ મોંગા નામની વ્યકિત દ્વારા કરવામાં આવતું હતું. ત્યારબાદ પોલીસે તિલક નગરની આ ફેક્ટરીમાં દરોડા પાડીને મનોજ મોંગાની ધરપકડ કરી હતી. તે ગ્રાફીક ડિઝાઇનમાં ડિપ્લોમાં કર્યુ છે. મનોજ પાંચ વર્ષ પહેલા જયદીપ સિંહ નામની વ્યકિતને મળ્યો હતો અને તેણે નકલી વિઝા બનાવવામાં પોતાના ગ્રાફીક ડિઝાઇનના જ્ઞાાનનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

દર મહિને 30થી 60 વિઝા બનાવતા

પોલીસના જણાવ્યા અનુસાર તેઓ દર મહિને 30થી 60 વિઝા બનાવતા હતાં અને માત્ર 20 મિનિટમાં વિઝા સ્ટીકર તૈયાર કરી દેતા હતાં. દરેક નકલી વિઝા 8થી 10 લાખ રૃપિયામાં વેચવામાં આવતો હતો. આ રેકેટમાં વાતચીત કરવા માટે ટેલિગ્રામ, સિગ્નલ અને વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઉશા રંગરાનીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 16 નેપાળી પાસપોર્ટ, બે ભારતીય પાસપોર્ટ, 30 વિઝા સ્ટીકર્સ, 23 વિઝા સ્ટેમ્પ જપ્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ટ્રમ્પને ફરી મારવાનો પ્રયાસ ! તેમના ગોલ્ફ ક્લબ પાસે ફાયરિંગ, FBIએ શરૂ કરી તપાસ, કમલા હેરિસનું પણ આવ્યું નિવેદન


Google NewsGoogle News