Get The App

ભાજપના કદાવર નેતાની તબીયત લથડી, પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી કર્યો હતો વિરોધ

ચામડીનું ઈન્ફેક્શન-શ્વાસ લેવામાં તકલીફ થઈ

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
ભાજપના કદાવર નેતાની તબીયત લથડી, પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી કર્યો હતો વિરોધ 1 - image


Virendra  Sachdeva  Admitted  in  RML hospital : દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાની તબિયત આજે અચાનક બગડી હતી. જે બાદ તેમને આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે તેમને સ્કિન ઈન્ફેક્શનની સાથે તેમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. આ સમાચાર ત્યારે આવ્યા કે, જ્યારે વીરેન્દ્ર સચદેવાએ હાલમાં જ યમુના નદીના ગંદા પાણીમાં ડુબકી લગાવી હતી. 



ચામડીનું ઈન્ફેક્શન-શ્વાસ લેવામાં તકલીફ થઈ 

વીરેન્દ્ર સચદેવાએ આ ડુબકી વિરોધ પ્રદર્શન દરમિયાન લગાવી હતી. અને ડુબકી મારતાં વખતની તસવીર પણ સામે આવી હતી. માહિતી પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, યમુનામાં ડૂબકી માર્યા બાદ વીરેન્દ્ર સચદેવાને શરીરમાં ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જે બાદ તેમને તરત આજે આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : 'આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન...', ઇરાન પર હુમલાથી ભડક્યાં મુસ્લિમ દેશો, ઈઝરાયલને આપી ચેતવણી

આ પહેલા વીરેન્દ્ર સચદેવાની તબિયત અંગે માહિતી આપતાં દિલ્હી ભાજપે કહ્યું કે, યમુનામાં ડૂબકી માર્યા બાદ તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું, બપોરથી જ વીરેન્દ્ર સચદેવાને ચામડી પર લાલ ચકામા, ખંજવાળ અને શ્વાસ લેવામાં થોડી તકલીફ થઈ રહી છે. તે બાદ તેમને RML હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં ડોક્ટરોએ ચેકઅપ કરીને તેમને ત્રણ દિવસની દવા આપી હતી..

વીરેન્દ્ર સચદેવાએ અરવિંદ કેજરીવાલને ફેંક્યો હતો પડકાર

અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના થોડા દિવસો બાદ મનાવવામાં આવતાં છઠ પર્વ પહેલા નદીમાં ભારે પ્રદૂષણ અને ઝેરી ફીણના મુદ્દે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ કરવામાં આવ્યા હતા. વીરેન્દ્ર સચદેવાએ બુધવારે કેજરીવાલને યમુનામાં ડૂબકી મારવાનો પડકાર ફેંકતા કહ્યું કે, પૂર્વ મુખ્યમંત્રીએ દિલ્હીના લોકોને વચન આપ્યું હતું કે તેઓ 2025ની છઠ પૂજા પહેલા યમુનાની સફાઈ કરશે, જેથી લોકો નદીમાં સ્નાન કરી શકે. 

આ પણ વાંચો : રાજધાની એક્સપ્રેસની તુલનાએ કેટલી શાનદાર છે વંદેભારત સ્લીપર ટ્રેન? PHOTOS દ્વારા જાણો વિશેષતા


ભાજપ દ્વારા  ITO નજીક છઠ ઘાટ પાસે એક મંચ બનાવ્યો અને તેના પર લાલ જાજમ પાથરવામાં આવી હતી, અને બે ખુરશીઓ મુકી જેના પર આતિશી અને કેજરીવાલના નામ લખ્યા હતા.

દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું કે, “અમે રાહ જોઈ રહ્યા છીએ કે, કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી અહીં આવે અને યમુનાની હાલત જોવે. સચદેવે સવારે યમુનામાં ડૂબકી લગાવી અને માતા યમુનાની માફી માંગી કારણ કે અરવિંદ કેજરીવાલ અને આતિષીની સરકારેએ યમુનાની સફાઈ માટે 8,500 કરોડ રૂપિયા ખર્ચ્યા, પરંતુ નદી સ્વચ્છ કરવામાં નથી આવી. 


Google NewsGoogle News