Get The App

સચિન-ધોની બાદ વિરોટ કોહલીને અપાયું રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ફિલ્મ કલાકારો, વૈજ્ઞાનિકો, ખેલાડીઓ સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓને આમંત્રણ આપ્યું છે

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
સચિન-ધોની બાદ વિરોટ કોહલીને અપાયું રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ 1 - image


Virat Kohli Pran Pratishtha Invitation: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને અયોધ્યામાં યોજાનાર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું છે. વિરાટએ પત્ની અનુષ્કા શર્મા સાથે આમંત્રણ પત્રનો સ્વીકાર કર્યો છે, જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અગાઉ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ ક્રિકેટરોના આમંત્રણ પત્ર મળ્યું

રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ફિલ્મ કલાકારો, વૈજ્ઞાનિકો, ખેલાડીઓ સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગઈકાલે ઝારખંડના ભાજપના સંગઠન મંત્રી કર્મવીર સિંહે મહેન્દ્ર સિંહ ધોનીને રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણ આપ્યું હતું. સચિન તેંડુલકર અને હરભજન સિંહ  પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે.  

સેલિબ્રિટી મળ્યું આમંત્રણ

અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાનાર રમલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ રજનીકાંત, અમિતાભ બચ્ચન રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રામ ચરણ, દીપિકા ચિખલિયા, અરુણ ગોવિલ, અનુપમ ખેર, આયુષ્માન ખુરાના, જેકી શ્રોફ, અક્ષય કુમાર, કેજીએફ સ્ટાર યશ, ચિરંજીવી, ધનુષ, પ્રભાસ અને માધુરી દીક્ષિતને આપવામાં આવ્યું છે. આ ખાસ અવસરમાં 8 હજાર લોકો ભાગ લઈ શકે છે.


Google NewsGoogle News