Viral Video:પૂરના પાણીમાં ક્રેશ હેલિકોપ્ટરની સામે અદ્દભુત 'રિપોર્ટિંગ'નો વીડિયો વાયરલ, યુઝર્સે કહ્યું- બિહારીઓને સલામ
Viral Video: ભારતના દરેક ખૂણે અજાયબીઓ ભરેલી છે પરંતુ અમુક વિસ્તારની અમુક બાબતો તો ખરેખર ખાસ હોય છે. બિહારના અનેક લોકોની અનેક હરકતો ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. તાજેતરનો એક વાયરલ વીડિયો પણ આ જ પ્રકારનો એક રમૂજી પરંતુ, ખંત અને જવાબદારીના તાલમેલનો પણ અદ્દભુત નમૂનો રજૂ કરે છે, જેમાં એક મહાશય ક્રેશ થયેલ હેલિકોપ્ટરના રિપોર્ટિંગ માટે શરીર આખું ડૂબી જાય તેવા પૂરના પાણીમાં ઉતર્યો છે.
ઘટના કઈંક એવી છે કે બિહારના પૂર પ્રભાવિત વિસ્તારોમાં ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવા જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર પૂરના પાણીમાં પડી ગયું હતું, જેમાં સેનાના જવાનો સવાર હતા. સદનસીબે આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જોકે ઘટનાક્રમ સંબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોયા બાદ અનેક યુઝર્સ સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે, ‘બિહારીઓને સલામ.’
વાયરલ વિડિયોમાં પૂરના પાણીમાં ગળા સુધીનું મહાશયનું શરીર ડૂબી ગયું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી આપવા આવેલા એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતુ. આ મહાશય ક્રેશ હેલિકોપ્ટરનું રિપોર્ટિંગ કરવા ગળાડૂબ પાણીમાં ઉતર્યો હતો. વીડિયોમાં કહી રહ્યો છે કે “નાવડીની જેમ તરી રહેલું આ એ જ હેલિકોપ્ટર છે જે ક્રેશ થયું છે. આ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરોમાં સેનાના જવાનો હતા, જેમને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા.’ વીડિયોમાં આગળ તે હેલિકોપ્ટર ક્રેશમાં સૈનિકોને બચાવનાર યુવક સાથે વાતચીત કરતો નજરે પડે છે.
જોકે આગળનો સીન દરેકને ભાવુક કરનારો અને દિલ જીતનારો છે. વીડિયોમાં આ કથિત રિપોર્ટર વ્યક્તિ એક ગામવાસીને ગળે લગાવીને કહી રહ્યો છે કે તમે જે કામ કર્યું છે તે ખૂબ જ સારું છે. ગ્રામીણ તેના પર કહ્યું કે આ માત્ર મેં જ નથી કર્યું પરંતુ ગામના તમામ લોકોએ ભેગા મળીને જવાનોને બચાવ્યા છે. અમે ખૂબ જ ખુશ છીએ કે અમને સૈનિકોને બચાવવાનો મોકો મળ્યો. ભગવાન ના કરે આવી પરિસ્થિતિ ફરી ક્યારેય ઉભી થાય પરંતુ જો ફરી પણ તક મળશે તો અમે અમારા જીવના જોખમે દેશના જવાનોને બચાવવા આગળ આવીશું.
જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ વીડિયો પર અનેક યુઝર્સની વિધવિવિધ પ્રતિક્રિયા આવી રહી છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે આ મહાશય વીડિયો બનાવવા માટે પાણીમાં ઉતર્યો છે અને પછી ડ્રામા કરી રહ્યો છે. એકે લખ્યું કે બિહારના લોકોએ ખરેખર ઘણું સારું કામ કર્યું છે, સેનાના જવાનોને બચાવનાર બિહારીઓને સલામ. અન્ય એકએ લખ્યું કે બિહારના લોકો તેમને બચાવે છે જે દરેકને બચાવે છે.
અન્ય એક યુઝરની કમેન્ટ ખાસ છે,તેણે લખ્યું કે ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં બિહારીઓ ભારતીય સેનાના કર્મચારીઓ પ્રત્યે વધુ આદર અને વધુ દેશભક્ત છે. આ મારો અંગત મત છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે બિહારના લોકોને સલામ. બચાવવા માટે દોડ્યા, ના કે વીડિયો બનાવવામાં સમય બગાડ્યો. એકે લખ્યું કે બિહારના લોકો ક્યારેય હાર માનતા નથી, પછી ભલે ગમે તે પરિસ્થિતિ હોય.
આ પણ વાંચો: લાશો ભેગી કરતાં ત્રણ દિવસ લાગ્યા: આ દેશમાં અલ કાયદાએ 600 લોકોનો કર્યો હતો નરસંહાર