VIDEO: 'મેં 15 વખત વોટ નાખ્યા, પોલિંગ બૂથ પર કોંગ્રેસના એજન્ટોને...' ભાજપના કાર્યકરનો ધડાકો

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
VIDEO: 'મેં 15  વખત વોટ નાખ્યા, પોલિંગ બૂથ પર કોંગ્રેસના એજન્ટોને...' ભાજપના કાર્યકરનો ધડાકો 1 - image


BJP Worker In Madhya Pradesh: મધ્ય પ્રદેશમાં ભાજપના નેતાના વિવાદાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે. વિદિશાના લાતેરીમાં ભાજપના નેતાના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ સાંસદની સામે કહી રહ્યા છે કે, 'અમે નકલી મત નાખ્યા છે અને કોંગ્રેસના એજન્ટોને પોલિંગમાં બેસવા દીધા નથી.' કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચ અને કોર્ટમાં જવાની તૈયારી શરુ કરી છે.

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, મધ્ય પ્રદેશની સાગર લોકસભા બેઠકથી ભાજપના સાંસદ લતા વાનખેડે લાતેરીમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ભાજપના કાર્યકરોએ તેમનું જોશભેર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સિરોંજ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય ઉમાકાંત શર્માના પ્રતિનિધિ અને લાતેરી મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખના પતિ સંજય અત્તુ ભંડારી લોકસભા ચૂંટણી દરમિયાન કથિત ગેરરીતિઓ વિશે વાત કરતાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો સામે આવ્યો છે તેમાં સંજય ભંડારી દાવો કરતાં જોવા મળી રહ્યા છે કે 'મેં 13 પોલિંગ બૂથ પર કોંગ્રેસના એકપણ એજન્ટને બેસવા દીધા નથી.' ભાજપના કાઉન્સિલર પાટી મહેશ સાહુએ પણ સાંસદને કહ્યું કે, 'મેં 15 મત નાખ્યા છે.'

આ પણ વાંચો: 'ન્યાયપાલિકાએ કટોકટીમાં પણ બંધારણની રક્ષા કરી' સુપ્રીમકોર્ટના 75 વર્ષ પૂરાં થતાં PM મોદીનું નિવેદન


વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસે તેને નિષ્પક્ષ ચૂંટણીનું ઉલ્લંઘન ગણાવ્યું છે. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, 'ભાજપના નેતાઓ પોતે નકલી મત આપવાનું સ્વીકારી રહ્યા છે. કોંગ્રેસ આ મામલાને ચૂંટણી પંચ અને કોર્ટમાં લઈ જશે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવશે.'

VIDEO: 'મેં 15  વખત વોટ નાખ્યા, પોલિંગ બૂથ પર કોંગ્રેસના એજન્ટોને...' ભાજપના કાર્યકરનો ધડાકો 2 - image


Google NewsGoogle News