Get The App

રામમંદિર અંગે વિવાદિત પોસ્ટ બાદ બુલંદશહેરમાં તંગદિલીપૂર્ણ માહોલ, પોલીસે 4 યુવકની કરી ધરપકડ

વડાપ્રધાન મોદીએ ગુરુવારે જ બુલંદશહેરની મુલાકાત લીધી હતી

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
રામમંદિર અંગે વિવાદિત પોસ્ટ બાદ બુલંદશહેરમાં તંગદિલીપૂર્ણ માહોલ, પોલીસે 4 યુવકની કરી ધરપકડ 1 - image

image : Wikipedia



Anti Ram Mandir Post Viral From Bulandshahr : ઉત્તરપ્રદેશના બુલંદશહેરના પહાસુ શહેરમાં રામમંદિરને લઈને એક વિવાદિત પોસ્ટને લીધે સ્થિતિ તંગદિલીપૂર્ણ બની ગઈ હતી. અહીં રામ મંદિરને લઈને વાયરલ થઈ રહેલી પોસ્ટ સામે હિન્દુ સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી હતી. વાયરલ પોસ્ટ બાબરી મસ્જિદના સમર્થનમાં હતી. પોલીસે પોસ્ટ શેર કરનારા 4 યુવકોની અટકાયત કરી હોવાની માહિતી મળી રહી છે. 

અગાઉ પણ કરાઈ હતી વિવાદિત પોસ્ટ 

ઉલ્લેખનીય છે કે અગાઉ  2017માં પણ પહાસુના મુસ્લિમ સમુદાયના એક યુવકે વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. આ પોસ્ટ વાયરલ થયા બાદ પણ અહીં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા ઘણા પોલીસ સ્ટેશનોના PAC અને પોલીસ દળોને તહેનાત કરવાની ફરજ પડી હતી. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

પીએમ મોદી ગુરુવારે બુલંદશહર આવ્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બુલંદશહરમાં 19,100 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ રેલ, રોડ, તેલ, ગેસ, શહેરી વિકાસ અને આવાસ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત હતા. મોદીએ 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે પણ શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે બુલંદશહેર ઝડપથી વિકાસના માર્ગ પર આગળ વધશે.


Google NewsGoogle News