Get The App

હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ વિનેશ ફોગાટની જીત, 6000 મતોની સરસાઈથી ભાજપ ઉમેદવારને પછાડ્યા

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ વિનેશ ફોગાટની જીત, 6000 મતોની સરસાઈથી ભાજપ ઉમેદવારને પછાડ્યા 1 - image


Haryana Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હાલમાં જ રાજકારણમાં જોડાનારી પૂર્વ રેસલર વિનેશ ફોગાટે જુલાના બેઠક પરથી 6000 મતોની બહુમતી સાથે જીત હાંસલ કરી છે. કોંગ્રેસે વિનેશ ફોગાટને અત્યંત જટિલ બેઠક પરથી ઉમેદવાર બનાવી હતી. જુલાના બેઠક પરથી ફોગાટ પૂર્વ આર્મી કૅપ્ટન અને ભાજપના ઉમેદવાર યોગેશ બૈરાગીને ટક્કર આપી રહી હતી. બૈરાગીને 6000 મતોની સરસાઈથી ધોબીપછાડ આપ્યો છે. આ સિવાય જુલાના બેઠક પરથી જેજેપી તરફથી ઉમેદવાર અમરજીત ધંડા, અને આપની રેસલર કવિતા દલાલે ચૂંટણી લડી હતી.



ગત વખતે કોંગ્રેસ આ બેઠક પર 12 ટકા મત સાથે ત્રીજા ક્રમે હતી. જેજેપીના અમરજીત ધાંડા આ સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. એક વાત વિનેશ ફોગાટની તરફેણમાં જઈ શકે છે અને તે એ છે કે જેજેપી આ ક્ષેત્રમાં નબળી પડી રહી છે. જેજેપીના મતદારો ભાજપની વિરુદ્ધના મતદારો હતા, તેથી વિનેશ માટે જીતનો માર્ગ સરળ બન્યો હતો.

હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ વિનેશ ફોગાટની જીત, 6000 મતોની સરસાઈથી ભાજપ ઉમેદવારને પછાડ્યા 2 - image


Google NewsGoogle News