VIDEO: PMO જઈ રહેલી મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને પોલીસે રોકી, રોડ પર જ મૂકી દીધો અર્જુન એવોર્ડ
મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે પોતાનો અર્જુન એવોર્ડ કર્તવ્ય પથ પર મૂકી દીધો હતો
Vinesh Phogat Arjuna Award: બજરંગ પુનિયા બાદ આજે મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે પણ પોતાનો અર્જુન એવોર્ડ પરત કરી દીધો છે. જ્યારે તે સન્માન પરત કરવા જઈ રહી હતી, તે દરમિયાન તેમને પોલીસે કર્તવ્ય પથ પર રોકી લીધી. જોકે, વિનેશે પોતાનો અર્જુન એવોર્ડ પુરસ્કાર કર્તવ્યપથ બેરિકેડ્સ પર મૂકી દીધો હતો. આ અગાઉ બજરંગ પુનિયા સાથે પણ આવું જ બન્યું હતું અને તેમણે પણ રોડ પર પોતાનો પદ્મશ્રી એવોર્ડ મૂકી દીધો હતો.
વિનેશે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો
વિનેશ ફોગાટે 26મી ડિરેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે પાનાનો પત્ર લખ્યો હતો. જેમણે તેમણે ઘણાં મુદ્દા પર વડાપ્રધાનનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકના કુશ્તીમાંથી નિવૃત્તિ લેવા અને બજરંગ પુનિયાને પદ્મક્ષી એવોર્ડ પરત કરવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ WFI પ્રમુખ બ્રૃજભૂષણ શરણ સિંહની નજીકની વ્યક્તિની જીત બાદ આ પગલું ભર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયે તાજેતરમાં WFIનું નવું સંગઠન રદ કર્યું હતું, એટલું જ નહીં પરંતુ નવા ચૂંટાયેલા પ્રમુખ સંજયસિંહને પણ સસ્પેન્ડ કરી દેવાયા હતા. સંજય સિંહને બીજેપી સાંસદ અને ભૂતપૂર્વ WFI પ્રમુખ બ્રૃજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવે છે.