Get The App

અમેરિકાએ જે ભારતીયને વોન્ટેડ જાહેર કર્યો એ વિકાસ યાદવની ભારતમાં થઇ ચૂકી છે ધરપકડ

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
અમેરિકાએ જે ભારતીયને વોન્ટેડ જાહેર કર્યો એ વિકાસ યાદવની ભારતમાં થઇ ચૂકી છે ધરપકડ 1 - image


Image: Facebook

Vikas Yadav: એફબીઆઈએ ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાના ષડયંત્રને લઈને ભારતીય નાગરિક વિરુદ્ધ વોરન્ટ જારી કર્યું છે. આ વ્યક્તિનું નામ વિકાસ યાદવ છે જે પૂર્વ ભારતીય સરકારી કર્મચારી ગણાવવામાં આવી રહ્યો છે. વિદેશ મંત્રાલયે એ સ્પષ્ટ કરી દીધું છે કે આરોપી હવે ભારત સરકારનો કર્મચારી નથી. આ દરમિયાન એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે વિકાસ યાદવની બળજબરી વસૂલીના મામલે ધરપકડ કરી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં અમેરિકી ન્યાય વિભાગના દસ્તાવેજોમાં વિકાસ યાદવનું નામ સહ-ષડયંત્રકાર તરીકે નોંધાયુ. તેના લગભગ ત્રણ સપ્તાહ બાદ ભારતમાં તેની ધરપકડ થઈ હતી. રેકોર્ડ્સનો હવાલો આપતાં જણાવાયું કે વિકાસને આ વર્ષે એપ્રિલમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. 

રિપોર્ટ અનુસાર 18 ડિસેમ્બર 2023એ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે રોહિણી નિવાસી તરફથી નોંધાયેલી એફઆઈઆરના આધારે વિકાસ યાદવની ધરપકડ કરી હતી. તેની પર બળજબરી વસૂલી અને અપહરણ જેવા ગંભીર આરોપ લાગેલા હતા. સાથે જ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સાથે તેના સંબંધ હોવાના પણ દાવા કરાયા હતા. ફરિયાદકર્તાએ કહ્યું છે કે તે પહેલા આઈટી કંપની ચલાવતો હતો. પશ્ચિમ એશિયામાં રહેતા ઘણા ભારતીયોના તેના સંબંધ હતા. ગયા વર્ષે નવેમ્બરમાં મારા મિત્રએ મને સીનિયર સરકારી અધિકારી તરીકે યાદવ સાથે મુલાકાત કરાવી. અમે નંબર શેર કર્યા. અમે સારા મિત્ર બની ગયા હતા.'

આ પણ વાંચો: કોણ છે વિકાસ યાદવ જેના પર અમેરિકાએ લગાવ્યો ખાલિસ્તાની પન્નુની હત્યાનો પ્લાન ઘડવાનો આરોપ

અપહરણ કરીને વસૂલી કરવાનો હતો પ્લાન

સીનિયર અધિકારીના જણાવ્યા અનુસાર વિકાસ યાદવે પોલીસને જણાવ્યું કે તેના પિતા BSF માં કાર્યરત હતા. વર્ષ 2007માં તેમનું મોત નીપજ્યુ. યાદવના લગ્ન વર્ષ 2015માં થયા. આ મામલે તે ફરિયાદકર્તાને એક સામાજિક પ્રસંગમાં મળ્યા હતા. તેણે તેનું અપહરણ કર્યા બાદ રૂપિયા કમાવવાનો પ્લાન બનાવ્યો. વિકાસ યાદવનો એક સહયોગી હતો, જે તે સમયે કાર ડીલર હતો. તેણે પોલીસને જણાવ્યું કે બિઝનેસમાં તેને ખૂબ નુકસાન થયુ હતુ. તેથી તેણે યાદવના પ્લાનનો ભાગ બનવાનો નિર્ણય કર્યો. આ વાતો આરોપપત્રમાં લખેલી છે. ફરિયાદકર્તાઓએ કહ્યું કે વિકાસ યાદવ અને તેના સાથી તરફથી અપહરણ કર્યા બાદ તેણે પોલીસનો સંપર્ક કર્યો. આ ગયા વર્ષે 17 ડિસેમ્બરનો ઘટનાક્રમ છે.


Google NewsGoogle News