વિકાસ દુબે, અતિક અહેમદ, મુખ્તાર... યુપીમાં કઈ રીતે ખતમ થતાં ગયા માફિયા, લાંબુ છે લિસ્ટ
Image Source: Facebook
ઉત્તર પ્રદેશમાં એકસમયે માફિયા મુખ્તાર અંસારીનું રાજ હતુ. ગાઝીપુર, મઉ, વારાણસી સહિત ઘણા જિલ્લાઓમાં તેની અસર હતી અને રાજકારણમાં જ્યારે તેણે એન્ટ્રી કરી તો 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયો. એટલુ જ નહીં મુખ્તાર અંસારીના પરિવારનો ગાઝીપુરમાં એવો દબદબો રહ્યો છે કે તેનો ભાઈ અફજાલ અંસારી પણ સાંસદ રહ્યો. ગુરુવારની રાતે બાંદા જેલમાં મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી નિધન થઈ ગયુ. આ સાથે જ દાયકા સુધી માફિયા રાજ ચલાવનાર મુખ્તાર અંસારી પણ અતીત થઈ ગયો. તેનાથી પહેલા ગયા વર્ષે 15 એપ્રિલે પૂર્વ સાંસદ અને માફિયા અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં હત્યા કરી દેવાઈ હતી.
આ હત્યા મીડિયાના કેમેરાની સામે જાહેરમાં થઈ હતી અને ડઝન પોલીસ કર્મચારીની સુરક્ષામાં ત્યારે થઈ જ્યારે બંને માફિયા ભાઈઓને મેડીકલ માટે લાવવામાં આવ્યા હતા. અતીક અહેમદની તો જાહેરમાં હત્યા થઈ હતી પરંતુ મુખ્તાર અંસારીના મોતને લઈને પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે. પરિવારનું કહેવુ છે કે તેમને ધીમુ ઝેર આપવામાં આવ્યું હતું. જોકે 2017થી અત્યાર સુધીનો આંકડો જોઈએ તો લિસ્ટ ખૂબ લાંબુ છે. અતિક અહેમદ, મુખ્તાર અંસારી તો અપરાધની દુનિયાના મોટા નામ હતા અને રાજકારણમાં આ આવવાના કારણે વધુ ચર્ચિત હતા પરંતુ ઘણા એવા ગેંગસ્ટરોના પણ એન્કાઉન્ટરોમાં મોત થઈ ગયા, જે ઘણા જિલ્લાની પોલીસ માટે માથાનો દુખાવો બની ગયા હતા.
મુખ્તાર અંસારીના મોતની સાથે જ ગાઝીપુર સહિત ઘણા જિલ્લામાં પ્રભાવ રાખનાર માફિયાનો અંત થઈ ગયો છે. ભાજપ ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય પર 500 ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. આ કાંડમાં મુખ્તાર અંસારીનું નામ સામે આવ્યું હતું અને આ મામલે તેમને દોષી પણ ઠેરવવામાં આવ્યા. આવા જઘન્ય અપરાધોના મુખ્તાર પર ઘણા ડઝન મામલા નોંધાયા હતા.
અતિક અહેમદ અલ્હાબાદથી સાંસદ રહી ચૂકેલા અતિક અહેમદનું કદ એક સમયે રાજકારણમાં આવવાના કારણે એટલુ વધી ગયું હતું કે પ્રયાગરાજથી લઈને કાનપુર સુધી તેની અસર હતી. ધારાસભ્ય રાજુ પાલની હત્યા બાદ અતિક અહેમદ વધુ ચર્ચામાં આવ્યો હતો. ગયા વર્ષે જ જ્યારે રાજુ પાલ હત્યાકાંડના સાક્ષી રહી ચૂકેલા ઉમેશ પાલનું મર્ડર થયુ તો ચર્ચા ફરીથી જાગી. અંતમાં 15 એપ્રિલ 2023એ અતિક અહેમદની પોલીસ સુરક્ષામાં જ ત્રણ બદમાશોએ તેની હત્યા કરી દીધી.
મુન્ના બજરંગીની પણ બાગપતની જેલમાં જુલાઈ 2018માં હત્યા થઈ ગઈ હતી. તેની હત્યામાં ગેંગસ્ટર સુનીલ રાઠીનું નામ સામે આવ્યુ હતુ. મોટી વાત એ છે કે મુન્ના બજરંગી પણ મુખ્તાર અંસારી ગેંગનો જ સભ્ય હતો. જોનપુરમાં જન્મેલા મુન્નાનું અસલી નામ પ્રેમ પ્રકાશ સિંહ હતું. શરૂઆતી દિવસોમાં અલ્હાબાદ કાર્પેટ વણાટનું કામ કરનાર મુન્ના બજરંગીએ વારાણસીમાં બુલિયન વેપારીની દિવસે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જે બાદ તેણે બાહુબલી અને નેતા મુખ્તાર અંસારીની ગેંગમાં એન્ટ્રી કરી લીધી.
સંજીવ જીવા મુખ્તાર અંસારી ગેંગથી જ જોડાયેલા રહેલા અને પશ્ચિમ યુપીમાં ગુનાનું મોટુ નામ રહેલા સંજીવ માહેશ્વરી ઉર્ફે જીવાની ગયા વર્ષે જૂનમાં હત્યા કરી દેવાઈ હતી. તેની આ હત્યા કોઈ સૂમસામ વિસ્તારમાં નહીં પરંતુ કોર્ટમાં થઈ હતી. તેને લખનૌ સિવિલ કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની પર હુમલો થયો હતો.
ગુનાની દુનિયામાં વિકાસ દુબેનું ભલે કાનપુર અને તેની આસપાસમાં મોટુ નામ થઈ ગયુ હતુ પરંતુ તેની ચર્ચા સમગ્ર યુપી અને દેશમાં ત્યારે થઈ. જ્યારે તેણે પોતાના ગામમાં સીઓ સહિત 8 પોલીસ કર્મચારીની હત્યા કરાવી દીધી હતી. આ કાંડ ત્રણ જુલાઈ 2020એ થયો હતો. જે બાદ વિકાસ દુબે ફરાર થઈ ગયો. 9 જુલાઈએ તેની ઉજ્જૈનથી પોલીસે ધરપકડ કરી હતી. પછી 10 તારીખે કાનપુર પહોંચવાના ઠીક પહેલા તે પોલીસની ધરપકડથી ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પોલીસના જણાવ્યાનુસાર આવુ ત્યારે થયુ જ્યારે તેને લઈને આવી રહેલી ગાડી પલટી ગઈ હતી. તે જ્યારે ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો તો પોલીસ કર્મચારીઓ સાથે અથડામણમાં માર્યો ગયો.
અતિક અહેમદની હત્યાથી ઠીક પહેલા 13 એપ્રિલે જ તેના પુત્ર અસદની પણ યુપી પોલીસે ઝાંસીમાં એન્કાઉન્ટરમાં હત્યા થઈ હતી. ઉમેશ પાલ હત્યાકાંડમાં તે વોન્ટેડ અને તેની પર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર હતું. અતિક અહેમદના સમગ્ર પરિવાર પર નોંધાયેલા કેસને જોડવામાં આવ્યા તો તેની સંખ્યા 160ની લગભગ છે.
અનિલ દુજાનાનો ડર બુલંદશહેર, નોઈડા જેવા યુપીના પશ્ચિમી વિસ્તારોમાં હતો. તેની પર 75 હજાર રૂપિયાનું ઈનામ જાહેર હતું, જેની ગયા વર્ષે મે માં યુપી એસટીએફે હત્યા કરી હતી. 36 વર્ષની ઉંમરના અનિલ દુજાના પર 62 કેસ ચાલી રહ્યા હતા. ગેંગસ્ટર દુજાના પર નોંધાયેલા 62 મામલામાં 18 મર્ડર સહિત છેડતી, લૂંટ, જમીન પર કબ્જો, કબ્જો છોડાવવો અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર કેસ સામેલ છે. તેની પર રાસુકા અને ગેંગસ્ટર એક્ટ પણ લાગ્યા હતા.
ઉદયભાન યાદવ ઉર્ફે ગૌરી યાદવનું નામ ભલે વધુ ચર્ચિત નહોતુ, પરંતુ યુપી અને એમપીના બુંદેલખંડ વિસ્તારમાં તેનો ડર હતો. 5 લાખ રૂપિયાના ઈનામી બદમાશની ગયા વર્ષે ચિત્રકૂટમાં હત્યા થઈ હતી. ચિત્રકૂટ, માનિકપુર, સતના જેવા વિસ્તારોમાં તે એક્ટિવ હતો. એટલુ જ નહીં એક સમયે કુખ્યાત રહેલા ડાકુ દદુઓની સાથે પણ તે કામ કરી ચૂક્યો હતો.