Get The App

I Love u બોલો અને મોબાઇલનું રિચાર્જ ફ્રીમાં, ઓફર આપનારા યુવકને છોકરીઓને શિખવ્યો પાઠ

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
I Love u બોલો અને મોબાઇલનું રિચાર્જ ફ્રીમાં, ઓફર આપનારા યુવકને છોકરીઓને શિખવ્યો પાઠ 1 - image


દેશમાં મહિલાઓ સાથે થઇ રહેલા અત્યાચાર અને ક્રાઇમ રેટ સામે રાજસ્થાનમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. આ ઘટના રાજસ્થાનની છે. જ્યાં છોકરીઓની છેડતી કરવી પુરુષ માટે મોંઘી સાબિત થઇ. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શું છે સમગ્ર ઘટના? 

રાજસ્થાનની આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જ્યાં યુવકે યુવતીઓની છેડતી કરી હતી. આ વ્યક્તિએ દુકાન પર રિચાર્જ કરવા આવેલી યુવતીને કહ્યું કે, પહેલા આઈ લવ યુ કહો અને પછી રિચાર્જ કરી આપીશ. આ પછી ઘણી છોકરીઓએ મળીને આ વ્યક્તિને સબક શિખવાડવા માર માર્યો હતો.

વાયરલ વીડિયોમાં ઘણી યુવતીઓ એક પુરૂષને ઘેરીને ઉભી જોવા મળી રહી છે. જેમાંથી એક છોકરી તે યુવકને થપ્પડ પણ મારચતી જોવા મળી રહી છે. વ્યક્તિ પર હુમલો થતો જોઈને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ટોળાએ માણસની પરેડ કરી. મળતી માહિતી પ્રમાણે, આ વીડિયો રાજસ્થાનના કુચામન શહેરનો છે.

ઘટનાનો વીડિયો વાયરલ થતા યુઝર્સ આ વીડિયો પર કમેન્ટ કરવા લાગ્યા હતા. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, આ વ્યક્તિના જીવનમાંથી I LOVE YOU શબ્દ ભૂંસી ગયો હશે. એક યુઝરે લખ્યું કે, જો છોકરીઓ આવા લોકોને પાઠ ભણાવવાનું શરૂ કરશે તો ક્રાઈમ રેટ ઘટી જશે. અન્ય એક યુઝરે લખ્યું કે છોકરીઓએ આ રીતે બહાદુર બનવાની જરૂર છે. 


Google NewsGoogle News