VIDEO : ઉત્તર પ્રદેશના વધુ એક જિલ્લામાં બબાલ, પથ્થમારો, પોલીસનો લાઠીચાર્જ, અનેકને ઈજા
Uttar pradesh: ઉત્તરપ્રદેશમાં વધુ એક જિલ્લામાં પોલીસ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે. યુપીના શાહજહાંપુર બાદ ઉન્નાવમાં હોળીના શોભાયાત્રા દરમિયાન બબાલ થઈ હતી. પોલીસ પર પથ્થરમારો કર્યા બાદ લાઠીચાર્જ થયો હતો. જેમા અનેક લોકોને ઈજા પહોંચી છે. પોલીસ પર એકશન લેવાને લઈને ધરણા પણ શરુ થઈ છે. હાલમાં પોલીસ અધિકારીઓ ગુસ્સે થયેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવુ કહેવામાં આવે છે કે, ગંજમુરાદાબાદ તાલુકામાં પરંપરાગત હોળી શોભાયાત્રા દરમિયાન પોલીસ દ્વારા લાઠી ચલાવવાના કારણે ભાગદોડ મચી હતી. પરિસ્થિતિ બેકાબુ થતાં ASP, CO અને SDM ઘટના સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તણાવપૂર્ણ માહોલને જોતા વહીવટીતંત્રએ મોટી માત્રામાં લશ્કરને તહેનાત કરી હતી. બીજી બાજુ હોળી જૂથ દોષિતો પર કાર્યવાહી કરવાની માંગને લઈને ધરણા પર બેઠી છે, જો કે વહીવટીતંત્ર આ મુદ્દાને સમાધાન લાવવામાં વ્યસ્ત છે.
ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો
ગંજમુરાદાબાદ તાલુકાના ગઢી મહોલ્લામાં શુક્રવાર બપોરે પરંપરાગત રીતે નીકળેલા હોળી શોભાયાત્રા પોતાના ગંતવ્ય સ્થાન સુધી જઈને પરત આવી રહી હતી. જ્યારે શોભાયાત્રા બપોરે 3.45 વાગ્યે મોહલ્લા જોગીયાણા પહોંચી ત્યારે પોલીસ અને હોરિયારાઓ વચ્ચેનું સંકલન બગડ્યું. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે બળપ્રયોગ કર્યો હતો, પરંતુ તેનાથી ભીડ વધુ ગુસ્સે થઈ ગઈ. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે કેટલાક ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. તેના જવાબમાં પોલીસે શોભાયાત્રા પર જોરદાર લાઠીચાર્જ કર્યો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા.
સૂચના મળતાની સાથે જ એસીપી પ્રેમચંદ, સબ-ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ નમ્રતા સિંહ, એરિયા ઓફિસર અરવિંદ ચૌરસિયા, તહસીલદાર રામશ્રાય અને ડેપ્યુટી તહસીલદાર દીપક ગૌતમ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
વહીવટીતંત્ર પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે
પોલીસ કાર્યવાહીના વિરોધમાં હોળી ગ્રુપના સભ્યો દોષિતો સામે કાર્યવાહીની માંગણી સાથે ધરણા પર બેઠા હતા. વહીવટીતંત્ર પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ બે કલાક પછી પણ વિરોધ ચાલુ છે. આ ઘટનામાં લગભગ એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે સ્થાનિક CHC સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. જોકે, કોઈની પણ હાલત ગંભીર હોવાનું કહેવાય નથી.
ઘાયલ થયેલા લોકોએ પોલીસ કાર્યવાહીની પણ ટીકા કરી
ઘાયલ થયેલા લોકોએ પોલીસ કાર્યવાહીની પણ ટીકા કરી. તેમનું કહેવું છે કે, પોલીસે અચાનક કોઈ કારણ વગર લાઠીચાર્જ કર્યો છે. હાલમાં વહીવટીતંત્ર પરિસ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.