VIDEO : રાજસ્થાનમાં ટ્રકનો બસ સાથે ભયાનક અકસ્માત, ઉછળીને રસ્તા પર પડ્યા જાનૈયાઓ, 37ને ઈજા, 5 ગંભીર
Rajasthan Accident : રાજસ્થાનમાં ભયાનક અકસ્માત થયો છે. અહીં ટ્રકે જાનૈયાઓ લઈને જતી બસને જોરદાર ટક્કર મારી છે, જેના કારણે બસમાં આગળ બેઠેલા જાનૈયાઓ ઉછડીને રસ્તા પર ફંગોળાયા છે. પુરપાટ ઝડપે દોડી આવેલી ટ્રકે બસને ટક્કર માર્યો હોય, તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામકાં વાયરલ થયો છે.
37ને ઈજા, પાંચ ગંભીર
મળતા અહેવાલો મુજબ આ અકસ્માત રાજસમંદ જિલ્લામાં દેલવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેગડિયા ટોલ નાકા પાસે થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ટ્રક આગળ જતી કારને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેના કારણે ડ્રાઈવરે ટ્રકને અચાનક રોંગ સાઈડમાં વાડી દેતા સામેથી જાનૈયાઓ ભરેલી બસને ટક્કર મારી દીધી છે. આ ઘટનામાં 37 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.
બસમાં આગળ બેઠેલા જાનૈયાઓ ઉછડીને હવામાં ફંગોળાયા
પોલીસ સ્ટેશનના પ્રભારી વિજેન્દ્ર સિંહે કહ્યું કે, ‘ઉદયપુરના રહેવાસી મનોજ નાયકની જાન ગઈકાલે (16 એપ્રિલ) તારાખેડા જઈ રહી હતી. ઘટના સમયે વરરાજા મનોજ અને તેનો ભાઈ ચંદ્રપ્રકાશ અલગ કારમાં આવી રહ્યા હોવાથી તેમનો બચાવ થયો છે. ટ્રકની ભયાનક ટક્કરના કારણે બેસની એકતરફની બૉડી સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ છે. ટક્કર એટલી ભયાનક હતી કે, બસમાં આગળ બેઠેલા જાનૈયાઓ ઉછડીને હવામાં ફંગોળાયા છે.
આ પણ વાંચો : નિયમ તોડનારાની ખેર નહીં, 770 ખેડૂતોને 17 લાખનો દંડ, અનેક વિરુદ્ધ FIR
ટ્રક ડ્રાઈવર કેબિનમાં ફસાયો, ક્રેની મદદ લેવાઈ
અકસ્માત થતા જ આસપાસના સ્થાનિકો તુરંત દોડી આવી રાહતકાર્ય શરૂ કરી દીધું હતું. ઘટનામાં ટ્રક ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હોવાથી, તેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તોને અનન્તા હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત નાથદ્વારાના એસડીએમ રક્ષા પારીક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિનો તાગ મેળવી ઈજાગ્રસ્તોને તાત્કાલીક યોગ્ય સારવાર આપતા આદેશ આપ્યો છે.