VIDEO : મોહાલીમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, સતત બ્લાસ્ટથી હડકંપ, 8 લોકો દાઝ્યા

બે શહેરોમાંથી ફાયર બ્રિગેડની ગાડીઓ, એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ દોડાવાઈ

ફેક્ટરીમાં કેમિકલના કારણે સતત વિસ્ફોટ, ફેક્ટરીની બાજુમાં પણ કેમિકલ ફેક્ટરી હોવાથી ચિંતા વધી

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
VIDEO : મોહાલીમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, સતત બ્લાસ્ટથી હડકંપ, 8 લોકો દાઝ્યા 1 - image

મોહાલી, તા.27 સપ્ટેમ્બર-2023, બુધવાર

પંજાબના મોહાલીના કુરાલીમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ (Fire in Chemical Factory) લાગી છે. આ ઘટનામાં 7થી 8 લોકો દાઝી ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. મોહાલી અને રોપડથી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ બંને શહેરોમાંથી એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ પણ પહોંચી છે. પોલીસ અધિકારીઓ અને 24 ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર છે. આગના ઝપેટમાં આવેલી કેમિકલ ફેક્ટરીની બાજુમાં પણ અન કેમિકલ ફેક્ટરી આવેલી છે, જો આ ફેક્ટરી સુધી પણ આગ પહોંચશે તો મોટું નુકસાન થઈ શકે છે.

ફેક્ટરીની બાજુમાં જ કેમિકલની ફેક્ટરી હોવાથી ચિંતા વધી

મળતા અહેવાલો મુજબ ચનાલોન સ્થિત ઈન્ડસ્ટ્રિયલ ફોકલ પોઈન્ટ (Industrial Focal Point)માં આ કેમિકલ ફેક્ટરી આવેલી છે, ઉપરાંત તેની બાજુમાં અન્ય એક કેમિકલ ફેક્ટરી હોવાથી ચિંતા વધી ગઈ છે. આગના કારણે આખી ફેક્ટરીમાં ધુમાળાના ગોટા વળ્યા છે. ફેકટ્રીમાં કયા કારણોસર આગ લાગી, તે હજુ જાણી શકાયું નથી. 

ફેક્ટરીમાં થઈ રહ્યા છે સતત બ્લાસ્ટ

આગ લાગ્યા બાદ અત્યાર સુધીમાં 5 લોકોનું રેસ્ક્યુ કરી મોહાલીની 6 ફેસ હોસ્પિલમાં લઈ જવાયા છે. ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ અંદર કેમિકલના કારણે સતત બ્લાસ્ટ પણ થઈ રહ્યા છે. આ ઘટના બાદ કેમિકલ ફેક્ટરીમાં વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં આગની જ્વાળાઓ ઊંચે સુધી જોવા મળી રહી છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News