PM Modiના ઘેર નવા મહેમાનનું આગમન, વીડિયો શેર કરીને આપી માહિતી

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
PM Modi

Image:PM Modi X

PM Modi with calf: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે એક નવા મહેમાનનું આગમન થયું છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા પર આ નવા મહેમાન વિશે માહિતી શેર કરી છે. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ આ મહેમાન એક વાછરડું છે. 

PM નરેન્દ્ર મોદીએ આ વીડિયો ક્લિપ શેર કરતા લખ્યું કે, ‘આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે- ગામ: સર્વસુખ પ્રદા: પ્રધાનમંત્રી આવાસ પરિવારમાં નવા સભ્યનું શુભ આગમન થયું છે. મારા નિવાસ સ્થાને પ્રિય ગૌ માતાએ એક વાછરડાને જન્મ આપ્યો છે, જેના કપાળ પર પ્રકાશનું ચિહ્ન છે. તેથી, મેં તેનું નામ 'દીપજ્યોતિ' રાખ્યું છે.’ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમનો લેટેસ્ટ વીડિયો સામે આવતા જ લોકોએ તેને શેર કરવાનું શરૂ કરી દીધું છે. થોડી જ વારમાં પીએમના વાછરડા સાથેના વીડિયો અને ફોટા વાયરલ થવા લાગ્યા. સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ઘણાં યુઝર્સે PM ના પશુ પ્રેમની પ્રશંસા કરી તેમજ આ વીડિયોને અત્યાર સુધીનો બેસ્ટ વીડિયો પણ કહ્યો છે. 

PM Modiના ઘેર નવા મહેમાનનું આગમન, વીડિયો શેર કરીને આપી માહિતી 2 - image

મહત્વનું છે કે, આ પહેલા મકરસંક્રાંતિના અવસર પર પીએમ મોદી તેમના નિવાસ સ્થાને ગાયની સેવા કરતા જોવા મળ્યા હતા. આ સિવાય PM નરેન્દ્ર મોદીનો મોર સાથેનો ફોટો પણ સામે આવ્યો છે. આ ફોટામાં તે મોરને પોતાના હાથથી ખવડાવતા જોવા મળી રહ્યાં છે. 

આ પણ વાંચો: આ વખતે કાશ્મીરની ચૂંટણી ત્રણ પરિવાર અને જવાનો વચ્ચે, 42 વર્ષમાં પહેલીવાર કોઈ PMની અહીં રેલી


Google NewsGoogle News