ગલતી સે મિસ્ટેક...! જ્યારે ભારત બંધ વખતે પોલીસે SDM પર જ દંડાવાળી કરી દેતાં જોવા જેવી થઈ
Image:Twitter
Bharat Bandh: દેશભરમાં ઘણી જગ્યાએ ભારત બંધની અસર જોવા મળી રહી છે. બિહારના ઘણા જિલ્લાઓમાં બંધના સમર્થકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. આ બંધના કારણે અનેક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. દેખાવકારોને કાબૂમાં લેવા માટે પોલીસ સતત સંઘર્ષ કરતી રહી.
અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરમાં વિવિધ સંગઠનોએ આજે (21 ઓગસ્ટ) 'ભારત બંધ'નું આહ્વાન કર્યું છે. બસપા સહિત ઘણી પાર્ટીઓ આ બંધને સમર્થન આપી રહી છે.
ભારત બંધ દરમિયાન પટનામાં પ્રદર્શનની ઘણી તસવીરો સામે આવી હતી.રાજ્યની રાજધાની પટનામાંથી એક તસવીર સામે આવી છે, જેના જોઇને તમે કહેશો કે, મોટી ભૂલ થઈ ગઈ છે. વાસ્તવમાં, આ તસવીરમાં પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવાના પ્રયાસમાં SDMને માર મારવામાં આવ્યો.
વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે,પટનાના ડાક બંગલા ચોક પર પ્રદર્શનકારીઓ એકઠા થયા છે અને પોલીસ પ્રશાસન તેમને ત્યાંથી હટાવવામાં વ્યસ્ત છે. ઘણા પોલીસકર્મીઓના હાથમાં લાકડીઓ હતી. તે સમયે ફરજ પર રહેલા એસડીઓ શ્રીકાંત કુંડલિક ખાંડેકર પણ વિરોધીઓને ત્યાંથી હટાવવામાં વ્યસ્ત હતા. ત્યારે એક પોલીસકર્મીએ SDMને પાછળથી લાકડી વડે માર માર્યો. એસડીઓ પર લાઠીચાર્જ થતાં જ અન્ય પોલીસકર્મીઓ ત્યાં દોડી આવ્યા હતા. અહી SDM પણ અચાનક લાકડીના ફટકાથી ચોંકી ઉઠ્યા હતા.
એસડીઓને ડંડો મારનાર પોલીસકર્મીને તરત જ ત્યાંથી હટાવી દેવામાં આવ્યો હતો. જોકે, થોડા જ સમય માં પોલીસકર્મીને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો.
ભારત બંધ દરમિયાન પટનામાં પ્રદર્શનની ઘણી તસવીરો સામે આવી હતી. આ પ્રદર્શનને કારણે ગોલા રોડથી નેહરુ પથ ફ્લાયઓવર સુધી ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થિતિ એવી બની હતી કે, એક લેન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. તેવી જ રીતે બાયપાસ બેઉર મોડ પાસે ટાયરો સળગાવી દેખાવો કરવામાં આવ્યા હતા. જેના કારણે રોડ જામ થઈ ગયો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
ગેરસમજ થઇ
બાયપાસ સિપારા પુલ પાસે સન્નાટો છવાયેલો હતો. જ્યારે વિરોધીઓ ડાક બંગલા ચોક પર પહોંચ્યા ત્યારે બે લેન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. આ પછી પોલીસે ડાક બંગલા ચોક પર પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન પટના સદરના એસડીએમ શ્રીકાંત કુંડલિક ખાંડેકરને પણ ડાક બંગલા ચોક પર માર મારવામાં આવ્યો હતો.
આ ઘટનામાં ગેરસમજના કારણે પોલીસકર્મીએ લાઠીનો ઉપયોગ કર્યો હતો. સબ ડિવિઝનલ ઓફિસરે તેને માનવીય ભૂલ ગણાવી અને કહ્યું કે, કોન્સ્ટેબલ સામે કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે.
આ પણ વાંચો: શું દુષ્કર્મ પીડિતાની તસવીરો કે નામ સોશિયલ મીડિયા પર અપલોડ કરવા ગુનો છે, જાણો શું છે સજા?