બંગાળમાં યુવતી સાથે બર્બરતા? વીડિયો વાયરલ થતાં મમતા સરકાર સામે સવાલ, જાણો શું છે સત્ય

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
બંગાળમાં યુવતી સાથે બર્બરતા? વીડિયો વાયરલ થતાં મમતા સરકાર સામે સવાલ, જાણો શું છે સત્ય 1 - image


Woman Being Brutally Beaten In West Bengal: પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુરમાં તાજેતરમાં જ એક પરિણીત મહિલાને નિર્દયતાથી માર મારવાનો વીડિયો સામે આવ્યો હતો. દબંગ તાજ્જિમુલ હક ઉર્ફે જેસીબીએ રસ્તામાં એક પુરુષ અને એક મહિલાને માર માર્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે લગ્નેતર સંબંધો મામલે ગેરકાયદેસર કાંગારુ કોર્ટે માર મારવાનો ચુકાદો આપ્યો હતો. આવો જ વધુ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે TMC ધારાસભ્ય મદન મિત્રાના નજીકના સાથી જયંત સિંહ કાંગારુ કોર્ટમાં એક મહિલાને માર મારી રહ્યા છે. આ વીડિયો કામરહાટીનો હોવાની માહિતી મળી રહી છે. 

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ત્રણ-ચાર લોકોએ યુવતીને લટકાવીને પકડી રાખી છે અને બે લોકો તેને માર મારી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ મદન મિત્રાના સહયોગી જયંત સિંહની કાંગારુ કોર્ટ છે. ભાજપે આ વીડિયો અંગે મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો અડિયાદહના તલાતલ ક્લબનો છે.

TMCએ શું કહ્યું?

આ વીડિયો અંગે TMC પ્રવક્તા રિજૂ દત્તાએ કહ્યું કે, આ વીડિયો ખૂબ જ જૂનો છે અને આ વીડિયો મામલે જયંત સિંહની ધરપકડ પણ થઈ હતી. રિજૂ દત્તાએ ભાજપને જવાબ આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, આ માર્ચ 2021નો જૂનો વીડિયો છે. આરોપી જયંત સિંહના સહયોગી જે મારપીટ કરી રહ્યો છે તે જેલમાં બંધ છે. બીજી તરફ વીડિયોમાં નજર આવી રહેલ પીડિત પુરૂષ પણ હોય શકે છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, વીડિયોમાં સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે, જેને માર મારવામાં આવી રહ્યો છે તે મહિલા છે. 

તાજેતરમાં જ જયંત સિંહની થઈ હતી ધરપકડ

ગત રવિવારે અડિયાદહમાં જ બે યુવકોના અંગત ઝઘડામાં બાહુબલી જયંત સિંહના હસ્તક્ષેપ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે, જયંતે પોતાના સાથીઓ સાથે મળીને કોલેજના વિદ્યાર્થીઓ અને તેમની માતાની હોકીની સ્ટિક, લાઠી અને ઈંટોથી રસ્તા પર મારપીટ કરી હતી. જોકે, આ વીડિયોમાં જોઈ શકાય છે કે, મારપીટ બંધ રૂમમાં થઈ રહી છે. આવી સ્થિતિમાં લાગે છે કે, આ વીડિયો જૂનો જ છે. બીજી તરફ અડિયાદહમાં થયેલી હિંસા મામલે પોલીસે 6 લોકોની ધરપકડ કરી હતી. બુધવારની રાતે જયંતની પણ ધરપકડ કરવામાં આવી હતી. 



Google NewsGoogle News