ભાજપનું ભોપાળું! નિર્મલા અને હોટેલ માલિકની વાતચીતનો VIDEO વાયરલ કરતાં વિપક્ષ લાલઘૂમ, પછી માફી માગી
Annamalai Regrets For Video : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નિર્મલા સીતારામન તમિલનાડુના કોઈમ્બતુરમાં આયોજિત એક MSME બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા, આ દરમિયાન શ્રી અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ ના મેનેજિંગ ડિરેક્ટર શ્રીનિવાસને GSTની જટિલતાઓ નાણામંત્રી સામે રાખી હતી. જો કે, સવાલો પછી શ્રીનિવાસને નિર્મલા સીતારમણની માફી માંગવી પડી હતી.કોંગ્રેસ અને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) એ શ્રી અન્નપૂર્ણા રેસ્ટોરન્ટના માલિક શ્રીનિવાસનનો જાહેરમાં અનાદર કરવા બદલ ભગવા પાર્ટીની ટીકા થઈ રહી છે. સતત આલોચના વચ્ચે તમિલનાડુ ભાજપના ચીફ કે. અન્નામલાઈએ વીડિયો શેર કરવા બદલ માફી માંગી છે.
આ પણ વાંચો : ગાંધીનગરમાં મોટી દુર્ઘટના: ગણેશ વિસર્જન વખતે 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 8ના મોત
અન્નામલાઈની માફી વાળી પોસ્ટ
અન્નામલાઈએ સોશિયલ મીડિયા માધ્મય 'X' પર પોસ્ટ શેર કરતાં કહ્યું છે કે, 'ભાજપ તમિલનાડુ તરફથી હું અમારા પદાધિકારીઓના કૃત્ય માટે ઈમાનદારીથી માફી માંગુ છું. મે અન્નપૂર્ણા રેસ્ટોરન્ટના માલિક શ્રીનિવાસન સાથે વાત કરી છે. જેથી ગોપનીયતાના આ અજાણતા ભંગ બદલ ખેદ વ્યક્ત કરી શકાય. અન્નપૂર્ણા શ્રીનિવાસન અન્ના તમિલનાડુના બિઝનેસ હાઉસના મુખ્ય આધારસ્તંભ છે, જેઓ રાજ્ય અને દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. હું દરેકને વિનંતી કરું છું કે, આ મામલાને યોગ્ય આદર સાથે સમાપ્ત કરો. '
રાહુલ ગાંધીએ શું કહ્યું?
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, 'જ્યારે કોઈમ્બતુરમાં અન્નપૂર્ણા રેસ્ટોરન્ટના જેવા નાના વેપારી માલિકો અમારા સરકારી કર્મચારીઓ પાસેથી સરળ GST વાયવસ્થાની માંગ કરે છે, ત્યારે તેમનો અનાદર થાય છે. બીજી તરફ, જ્યારે કોઈ અબજોપતિ મિત્ર નિયમો તોડે છે, કાયદાની અવગણના કરે છે અથવા રાષ્ટ્રીય સંપત્તિ પ્રાપ્ત કરવા માંગે છે, ત્યારે મોદીજી રેડ કાર્પેટ પાથરે છે. નાના વેપારોના માલિકો પહેલાથી નોટબંધ, જટિલ બેન્ક સિસ્ટમ, ટેક્સ અને વિનાશકારી GST પ્રહારોનો સામનો કરી રહ્યાં છે. પરંતુ જ્યારે સત્તામાં રહેલા લોકોના અહંકારને ઠેસ પહોંચે છે, ત્યારે એવું લાગે છે કે અપમાન જ તેઓ આપશે.'
આ પણ વાંચો : વધુ એક મોરચે યુદ્ધના ભણકારાથી દુનિયા ટેન્શનમાં, જાપાન-સાઉથ કોરિયાએ હવામાં જ ઘેર્યા આ દેશના વિમાનોએ
નાણામંત્રીના ઘમંડનું પ્રદર્શન
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, 'કોઈમ્બતુરમાં GST દરોની જટિલતાઓ અંગે ચિંતા વ્યક્ત કરવા બદલ સ્થાનિક ઉદ્યોગસાહસિક શ્રીનિવાસનની મજાક ઉડાવવામાં આવી હતી, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટના નાણામંત્રીના ઘમંડનું પ્રદર્શન હતું.'
GST દરોને કારણે રેસ્ટોરન્ટના માલિકોને પડકારોના સામનો કરવો પડ્યો
તમિલનાડુ યુનિટે ઘટના બાદ ખાનગી વાતચીત દરમિયાન કેન્દ્રીય મંત્રીની માફી માગતા શ્રી અન્નપૂર્ણા રેસ્ટોરન્ટના માલિક શ્રીનિવાસનનો વીડિયો પોસ્ટ કર્યા બાદ વિવાદ ફાટી નીકળ્યો હતો. તમિલનાડુમાં લોકપ્રિય રેસ્ટોરન્ટ ચેઇન શ્રી અન્નપૂર્ણાના અધ્યક્ષે ખાદ્ય ચીજવસ્તુઓ પર વિવિધ GST દરોને કારણે રેસ્ટોરન્ટના માલિકોને સામનો કરવા પડતા પડકારોને રેખાંકિત કર્યા હતા.
આ પણ વાંચો : હાથમાં પૈસા ટકવા નહીં દે આ 3 ખરાબ કૂટેવ, ખિસ્સુ હંમેશા ખાલી જ રહેશે, જાણો ફટાફટ
શ્રીનિવાસને જણાવ્યું કે...
તેમણે હાઈલાઈટ કર્યું કે, ક્રીમ ભરેલા બન્સ પર 18% ટેક્સ લાગે છે, જ્યારે સામાન્ય બન્સ પર કોઈ GST નથી. શ્રીનિવાસને જણાવ્યું હતું કે, 'મીઠાઈ પર 5% GST છે, પરંતુ નમકીન પર 12% છે. ગ્રાહકો વારંવાર ફરિયાદ કરે છે કે મને ફક્ત બન આપો, હું ક્રીમ ઉમેરીશ અને જાતે જામ કરીશ.'