બિહારમાં નીતીશ સરકારના ફ્લોર ટેસ્ટ પહેલાં RJDના નેતાઓનો ક્રિકેટ રમતો VIDEO વાયરલ

આજે નીતીશ કુમાર સરકારેે વિશ્વાસ મત જીતવાનો છે એટલે રાજકારણ પણ ગરમાયું છે

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
બિહારમાં નીતીશ સરકારના ફ્લોર ટેસ્ટ પહેલાં RJDના નેતાઓનો ક્રિકેટ રમતો VIDEO વાયરલ 1 - image

image : Twitter



Bihar Politics news | બિહારમાં આજે નીતીશ કુમાર સરકારે ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવાનું છે. તમામ નજરો આજે HAMના ધારાસભ્યો પર છે. નીતીશ કુમાર મહાગઠબંધનની સરકારમાંથી છેડો કરીને તાજેતરમાં જ NDAમાં જોડાઈ ગયા હતા અને આજે તેમની સરકારનું ફ્લોર ટેસ્ટ છે. જેને લઈને બિહારનું રાજકારણ ગરમાયું છે.  ભાજપ, રાષ્ટ્રીય જનતા દળ (RJD), જનતા દળ યુનાઈટેડ (JDU), કોંગ્રેસ જેવા તમામ રાજકીય પક્ષોએ તેમના ધારાસભ્યોની વાડાબંધી કરી રાખી છે કે જેથી કરીને કોઈ વોટ ના તોડી શકે. 

આરજેડી નેતા તેજસ્વી યાદવના નિવાસે ક્રિકેટ રમતાં દેખાયા ધારાસભ્યો 

આ સૌની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવનો નિવાસ દેખાય છે જ્યાં આરજેડી અને I.N.D.I.A ગઠબંધનના સાથીઓ ક્રિકેટ રમતાં દેખાઈ રહ્યા છે. એવું લાગે છે કે નીતીશ કુમાર સરકારના ફ્લોર ટેસ્ટ પહેલાં આરજેડી, કોંગ્રેસના નેતાઓ હળવા મૂડમાં છે. 

બિહારમાં નીતીશ સરકારના ફ્લોર ટેસ્ટ પહેલાં RJDના નેતાઓનો ક્રિકેટ રમતો VIDEO વાયરલ 2 - image


Google NewsGoogle News