VIDEO: કાઉન્ટર પર મૂકેલી બેગ અચાનક ફાટી, બેંગલુરુના જાણીતા રામેશ્વરમ કેફેમાં બોમ્બ વિસ્ફોટ
બોમ્બ વિસ્ફોટના CCTV ફુટેજ સામે આવ્યા, એક વ્યક્તિ કેફેમાં બેગ મુકતો દેખાયો
CM સિદ્ધારમૈયાએ પણ બોમ્બ વિસ્ફોટ થયો હોવાની પુષ્ટી કરી, ઘટનામાં નવને ઈજા
Bengaluru Bomb Blast : બેંગલુરુના જાણીતા રામેશ્વરમ કેફે (Rameshwaram Cafe)માં મોટો વિસ્ફોટ થયા બાદ ભારે અફરાતફરી મચી છે. ઘટનામાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તુરંત નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટના બાદ પોલીસની ટીમ બ્રુકફીલ્ડ વિસ્તારમાં પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (Karnataka CM Siddaramaiah)એ પણ પુષ્ટી કરી છે કે, રામેશ્વરમ કેફેમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક વ્યક્તિ કેફેની અંદર બેગ મુકતો જોવા મળી રહ્યો છે.
Blast visuals at Rameswaram Cafe in Bengaluru of Karnataka. At least ten injured. NIA to take over probe #BengaluruBlast #rameshwaram@hwnewsnetwork@HWNewsEnglish@NNsonukanojia pic.twitter.com/6pXL2sukpf
— Dilip Kumar (@dilip2tweet) March 1, 2024
કેશિયર કાઉન્ટર પાસે બેગમાં વિસ્ફોટ થયો
ઘટનાને નજરે જોનારા લોકોએ દાવો કર્યો છે કે, કેશિયર કાઉન્ટર પાસે બેગ રાખવામાં આવ્યું હતું અને અચાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટમાં એક મહિલા 40 ટકા સળગી ગઈ છે, જેને સર્જરીની જરૂર છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે મુખ્યમંત્રીને જણાવ્યું કે, ‘આ IED બ્લાસ્ટ થયો છે. બેંગમાંથી એક આઈઈડી ડિવાઈસ ફુટેલી હાલતમાં મળી આવ્યું છે. ત્યાં અન્ય કોઈપણ આઈઈડી મળી આવ્યું નથી. જેણે પણ આ કરતુત કરી છે, તે ડરનો માહોલ ઉભો કરવા માંગતો હતો.’
ઘટનાના CCTV સામે આવ્યા
આજે બપોરે એક વાગે રામેશ્વરમ કેફેમાં જોરદાર ધડાકો થયો હતો. વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે, કેફે અને આસપાસના કાળો ધુમાળો ફેલાઈ ગયો. તપાસમાં જાણવા મળ્યું કે, કોઈ વ્યક્તિ ત્યાં બેગ મુકી આવ્યો હતો અને તેમાં આ ધડાકો થયો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના અંગે તપાસ કરી રહ્યા છે.
ઉચ્ચ અધિકારીઓની ટીમે તપાસ શરૂ કરી
મુખ્યમંત્રીએ વિસ્ફોટ અંગે માહિતી આપતા કહ્યું કે, કોઈ મોટો ધડાકો થયો નથી. હાલ પોલીસ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. કોઈપણ ઈજાગ્રસ્તની હાલત ગંભીર નથી. સીસીટીવીના ફુટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. VIDEOમાં એક વ્યક્તિ કેફેમાં બેગ મુકતો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિ કોણ છે, તેની કોઈ માહિતી સામે આવી નથી. કેશિયરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. બેગ લઈને પહોંચેલા વ્યક્તિએ કેશ કાઉન્ટર પાસેથી ટોકન લીધું અને બેગને ત્યાં જ રાખીને જતો રહ્યો હતો.