Get The App

VIDEO: હૈદરાબાદમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ, બચવા માટે નાસભાગ મચી

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
VIDEO: હૈદરાબાદમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ, બચવા માટે નાસભાગ મચી 1 - image


Hyderabad Firecracker Fire : હૈદરાબાદના એબિડ્સ વિસ્તારમાં આજે (27 ઓક્ટોબર) ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગી છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયાનક છે કે, દૂર દૂર સુધી આગના ગોટા જોવા મળી રહ્યા છે. આગના કારણે દુકાનની પાસે અનેક વાહનોને નુકસાન થયું છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના આઠ વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

ભીષણ આગના કારણે અફરાતફરી

નજરે જોનારાઓએ કહ્યું કે, દુકાનમાં ફટાકડાનો મોટો જથ્થો હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ભીષણ આગે આસપાસની દુકાનોને પણ ઝટપે લીધી છે. વિકરાળ આગના કારણે આસપાસની બિલ્ડિંગોને પણ નુકસાન થવાની સંભાવના હોવાથી તુરંત ખાલી કરાવી દેવાઈ છે. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર સર્વિસને જાણ કરી હતી.

ફટાકડાના ભયાનક અવાજોથી ભયનો માહોલ

ફાયર બ્રિગેડે આગને કાબુમાં લેવા માટે તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે અને લગભગ એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી ગઈ છે. અધિકારીઓએ કહ્યું કે, આગના કારણે અનેક ફટાકડામાં વિસ્ફોટ થયા છે, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા અને ભયાનક અવાજો સંભળાતા ભયનો માહોલ સર્જાયો છે.  અત્યાર સુધી પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટનામાં ઈજાગ્રસ્ત થવાના કોઈ સમાચાર નથી. વહીવટીતંત્રે લોકોને ફટાકડાના ઉપયોગમાં સાવધાની રાખવા અને સુરક્ષિત સ્થળોએ જ ફટાકડા ખરીદવાની અપીલ કરી છે. 


Google NewsGoogle News