ફરી ચૂંટણીના મંડાણ અને ફરી રામ રહીમ પેરોલ પર જેલમાંથી છૂટ્યો
Gurmeet Ram Rahim : ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને મંગળવારે જેલમાંથી 21 દિવસની પેરોલ મળી છે. ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ છ વખત જેલમાંથી બહાર આવી ચુક્યો છે. ત્યારે રામ રહિમ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં સ્થિત બરનાવા આશ્રમમાં પેરોલનો સમય પસાર કરશે.રામ રહીમ આ આશ્રમમાં 21 દિવસ સુધી રહેશે. ગુરમીત રામ રહીમ સુનારિયા જેલમાંથી 6 વખત બહાર આવ્યો છે. રામ રહીમના જેલમાંથી બહાર આવવાની ઘટનાને હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 સાથે પણ જોડવામાં આવી રહી છે.
જેલમાંથી બહાર આવ્યા બાદ રામ રહિમે બાગપતના બરનાવા ડેરાના આશ્રમમાંથી એક અપીલ કરતો વીડિયો શેર કર્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રામ રહિમે પોતાના અનુયાયીઓને સંબોધતા કહ્યું કે, “દરેકને મારા આશીર્વાદ. તમારા દર્શન માટે ફરીથી હાજર થયો છું. ભગવાન આપ સૌને અઢળક ખુશીઓ આપે. તમારે પોત-પોતાના ઘરમાં રહેવુ પડશે. અહીં કોઈને આવવાની જરુર નથી. જેમ સેવાદાર ભાઈ તમને કહેશે, તમારે એવી જ રીતે સેવા કરવાની છે.''
ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત સિંહનો 15 ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. તે આ વખતે પોતાનો જન્મદિવસ સોશિયલ મીડિયા દ્વારા તેના ફોલોઅર્સ સાથે સેલિબ્રેટ કરી શકે છે.
રેપ સિવાયના હત્યાના કેસમાં દોષિત
પત્રકારની હત્યાના 16 વર્ષથી વધુ જૂના કેસમાં રામ રહીમ અને અન્ય ત્રણને 2016માં પણ દોષી ઠેરવવામાં આવ્યા હતા. મે મહિનામાં હાઈકોર્ટે 2002માં ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યા કેસમાં રામ રહીમ અને અન્ય ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. લગભગ 20 વર્ષ જૂના આ હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. રામ રહીમ અને અન્યને ગુનાહિત ષડયંત્ર માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: આસારામને રાજસ્થાન હાઇકોર્ટથી રાહત: સાત દિવસના જામીન મંજૂર, સારવાર માટે બહાર આવશે