Get The App

સુખદેવ સિંહ ગોગામેડી મર્ડર કેસમાં ચોંકાવનારો VIDEO આવ્યો સામે, ગેંગસ્ટર આનંદપાલની પુત્રીએ હત્યા અંગે આપ્યું મોટુ નિવેદન

ગોગામેડીની હત્યામાં આનંદપાલની પુત્રી ચરણજીત સિંહ ઉર્ફે ચીનૂનું નામ ઉછળતા તેણે વીડિયો દ્વારા સ્પષ્ટતા આપી

પોલીસ, તંત્રના કેટલાક અધિકારી, કેટલાક રાજકીય નેતાએ કારણવગર મારું નામ હત્યાકાંડમાં જોડી રહ્યા છે : ચીનૂ

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
સુખદેવ સિંહ ગોગામેડી મર્ડર કેસમાં ચોંકાવનારો VIDEO આવ્યો સામે, ગેંગસ્ટર આનંદપાલની પુત્રીએ હત્યા અંગે આપ્યું મોટુ નિવેદન 1 - image

નવી દિલ્હી, તા.08 નવેમ્બર-2023, શુક્રવાર

રાષ્ટ્રીય રાજપુત કરણી સેના (Rajput Karni Sena)ના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસ (Sukhdev Singh Gogamedi Murder Case)માં મોટું અપડેટ સામે આવ્યું છે. મર્ડર કેસમાં એક મહિલાનું પણ નામ ઉછળ્યું હતું, જેમાં ગેંગસ્ટર આનંદપાલ સિંહની પુત્રી ચરણજીત સિંહ ઉર્ફે ચીનૂનું નામ સામે આવ્યું હતું. હવે આ મામલે ખુદ ચીનુએ સામે આવી હકીકત રજુ કરી છે.

‘ગોગામેડી મારા પિતા સમાન’

ચીનૂએ એક વીડિયો જારી કરી કહ્યું કે, ગોગામેડીની હત્યા મામલે તેને કોઈ લેવા-દેવા નથી, પરંતુ સુખદેવ સિંહ ગોગામેડી મારા પિતા સમાન અને સંકટ સમયે અમારા પરિવાર સાથે મજબૂતી સાથે ઉભા રહ્યા. અમારા માટે તેઓ હંમેશા સન્માનીય હતા. તેમની હત્યા કરવી અથવા તેમના વિશે આવું વિચારવું, હું સ્વપ્નમાં પણ આવું વિચારી ન શકું.

‘અમે રાજકીય નેતાઓ-અધિકારીઓથી પરેશાન’

ચીનૂએ વીડિયોમાં કહ્યું કે, આ હત્યાકાંડમાં પોલીસ અને તંત્રના કેટલાક અધિકારી, કેટલાક રાજકીય નેતાઓ અને મીડિયાનો એક વર્ગ કારણવગર મારું નામ જોડી રહ્યા છે. જ્યારે પણ કોઈ હત્યાકાંડ બને છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો આવી ઘટનાઓમાં આનંદપાલ સિંહના પરિવારના લોકોના નામ જોડીને અમને બદનામ કરે છે.  ગોગામેડીની હત્યાકાંડ સાથે મારા અને મારા પરિવારને કોઈ લેવા-દેવા નથી. આ ઘટનાનું સત્ય બહાર લાવવા હું નિષ્પક્ષ તપાસની માંગ કરું છું. સુખદેવ સિંહ ગોગામેડી મારા પરિવારના સભ્ય હતા. તેઓ મારા કાકોસા હતા. અમારા પરિવાર સાથે સુખદેવ સિંહ ખભેથી ખભો મિલાવી ઉભા રહ્યા, તેમની હત્યાથી મને ખુબ જ દુઃખ થયું છે.

ચરણજીત સિંહ ઉર્ફે ચીનૂ કોણ છે ?

ચરણજીત સિંહ ઉર્ફે ચીનૂ ગેંગસ્ટર આનંદપાલ સિંહની મોટી પુત્રી છે. તે ઘણા સમયથી દુબઈમાં રહે છે. આનંદપાલ ફરાર થયા બાદ ચીનૂ દુબઈમાં જતી રહી છે. જ્યારે આનંદપાલનું એન્કાઉન્ટ થયું હતું, ત્યારે ચીનૂના કેટલાક નિવેદનો સામે આવ્યા હતા, પરંતુ ત્યારબાદ ચીનૂનું કોઈપણ નિવેદન સામે આવ્યું નથી. હવે ગોગામેડી હત્યાકાંડ મામલે ચીનૂનું નામ સામે આવ્યા બાદ તેણે વીડિયો જારી કરી પોતાની હકીકત રજુ કરી છે.

5 નવેમ્બરે સુખદેવ સિંહ ગોગામેડીની કરાઈ હતી હત્યા

મંગળવારે 5 નવેમ્બરના રોજ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના નિવાસસ્થાને જ બંધુકધારીઓએ હત્યા કરી હતી. હુમલાખોરો વાતચીત કરવાના બહાને ગોગામેડીના નિવાસે આવ્યા હતા અને થોડીવાર સુધી વાતચીત કર્યા બાદ ગોગામેડી પર ફાયરિંગ કર્યું, ગોગામેડીના ગાર્ડે પણ જવાબી ફાયરિંગ કર્યું. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને હુમલાખોરોએ પોતાની સાથે આવેલા નવીન શેખાવતને પણ ગોળી મારી દીધી, જેમાં ગોગામેડી અને નવીનનું મોત થયું, જ્યારે પરિચિત અજીત ગંભીર ઈજા થઈ હતી. આ મામલે ગોગામેડીની પત્ની શીલા શેખાવતે FRIમાં જણઆવ્યું હતું કે, 5 ડિસેમ્બરે બપોરે હથિયારધારી લોકો પ્લાનિંગ હેઠળ તેમના પતિ સુખદેવ સિંહ ગોગામેડીને મળવાના બહાને આવ્યા હતા. બંને હુમલાખોરો એકબીજાને રોહિત રાઠોડ અને નિતિન ફૌજીના નામથી બોલાવી રહ્યા હતા. થોડા સમય બાદ હુમલાખોરોએ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું, જેમાં ગોગામેડી અને નવીન શેખાવતનું મોત નિપજ્યું.


Google NewsGoogle News