આ અબજોપતિ ઉદ્યોગપતિએ કાર છોડી મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો, VIDEO શેર કરી કારણ પણ જણાવ્યું

હીરાનંદાની ગ્રૂપના એમડી નિરંજન હીરાનંદાનીએ લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો

હીરાનંદીનીએ કહ્યું, મુંબઈના ટ્રાફિકથી બચવા તેમજ સમયની બચત કરવા લોલક ટ્રેન પકડી

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
આ અબજોપતિ ઉદ્યોગપતિએ કાર છોડી મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો, VIDEO શેર કરી કારણ પણ જણાવ્યું 1 - image

મુંબઈ, તા.31 નવેમ્બર-2023, રવિવાર

અબોજપતિ ઉદ્યોગપતિ નિરંજન હીરાનંદાની મુંબઈમાં લોકલ ટ્રેનમાં સફર કરતા જોવા મળ્યા છે, જે અંગે તેમણે એક વીડિયો પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. હીરનંદાનીએ કહ્યું કે, મુંબઈના જાણીતા ટ્રાફિકથી બચવા તેમજ સમયની બચત કરવા લોલક ટ્રેન પકડી છે.

હીરાનંદાનીએ વીડિયો શેર કર્યો

73 વર્ષના અબજોપતિ હીરાનંદાની ગ્રૂપના કો-ફાઉન્ડર નિરંજન હીરાનંદીનીએ શુક્રવારે મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેમણે તેનો વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં તેઓ અન્ય મુસાફરોની જેમ ટ્રેનની રાહ જોતા દેખાઈ રહ્યા છે. ટ્રેન આવતા જ તેઓ અને તેમની ટીમના સભ્યો ટ્રેનમાં બેસી જાય છે.

હીરાનંદાનીએ મુસાફરો સાથે પણ વાતચીત કરી

હીરાનંદાનીએ વીન્ડો તરફ સીટ પર બેસી કેટલાક મુસાફરો સાથે વાતચીત પણ કરી હતી અને હાથ પણ મિલાવ્યા. હીરાનંદાની ગ્રુપના એમડીએ પોસ્ટની કેપ્શનમાં પોતાનું વાહન છોડી ટ્રેનમાં મુસાફરી કેમ કરી તે અંગે પણ જણાવ્યું છે. કેપ્શનમાં તેમણે કહ્યું કે, ‘સમય બચાવવા અને મુંબઈના જાણીતા ટ્રાફિકથી બચવા ટ્રેન પકડી. મુંબઈથી ઉલ્હાસનગર સુધી એસી કોચમાં મુસાફરી કરવાનો મારો વ્યક્તિગત સારો અનુભવ રહ્યો.’

હીરાનંદાની ગ્રૂપની નેટવર્થ

હીરાનંદાની ગ્રૂપના એમડી અને રિયલ એસ્ટેટ સેક્ટરનું મોટું નામ નિરંજન હીરાનંદાનીની નેટવર્થની વાત કરીએ તો, ફૉર્બ્સની યાદી મુબજ તેમની પાસે 1.5 અબજ ડૉલર એટલે કે 12,487 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ છે.



Google NewsGoogle News