VIDEO: આ છે બિહારનું બુર્જ ખલીફા, 6 ફૂટ જમીન પર બનેલી બિલ્ડિંગને જોવા લોકો દૂર દૂરથી આવે છે
નવી દિલ્હી,તા.29 જાન્યુઆરી, સોમવાર
દુબઈના બુર્જ ખલીફા વિશે તમે ઘણું સાંભળ્યું હશે. તમારામાંથી ઘણાએ બુર્જ ખલીફાની મુલાકાત પણ લીધી હશે. બુર્જ ખલીફાને જોતા જ એવુ લાગે કે, તે જાણે આકાશને સ્પર્શી રહ્યું છે. તેની ઊંચાઈ લોકોને આશ્ચર્યચકિત કરે છે. આ સાથે અંદરની સુવિધાઓ પણ લોકોને ચોંકાવી દે છે. પરંતુ શું તમને ખબર છે ભારતમાં પણ છે એક બુર્જ ખલીફા.
બુર્જ ખલીફા એ માત્ર વિશ્વની સૌથી ઊંચી ઇમારત નથી, પરંતુ તે એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરનું અદ્ભુત ઉદાહરણ પણ રજૂ કરે છે. જે શહેર 30 વર્ષ પહેલા સુધી માત્ર ધૂળ જ ભેગું કરતું હતું તે આજે વિશ્વની તમામ સુખ-સુવિધાઓથી સજ્જ છે. એમ કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે દુબઈ ધીમે ધીમે અમીર લોકો માટે નવું ડેસ્ટિનેશન બની રહ્યું છે.
ભારતમાં આવેલા બુર્જ ખલીફાની અમે વાત કરી રહ્યાં છે તે બિહારમાં આવેલું છે. આ બુર્જ ખલીફા બિહારના મુઝફ્ફરપુરમાં છે. ગન્નીપુરમાં બનેલા આ ઘરને દૂર-દૂરથી લોકો આવે છે. આ એક પાંચ માળનું ઘર માત્ર છ ફૂટ જમીનમાં બનેલું છે. ઘરની પહોળાઈ અંદરથી માત્ર પાંચ ફૂટ છે. કેટલાક લોકો તેને એફિલ ટાવર પણ કહે છે. તેની રચનાને કારણે તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આજકાલ, ઘણા લોકો ફક્ત ફોટોગ્રાફ લેવા માટે જ અહીં આવે છે.
આ ઘરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર candymanvlog નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. 4 દિવસ પહેલા શેર કરાયેલા આ વીડિયોને 4 લાખ 85 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
ઘરના માલિક કોણ?સંતોષ અને અર્ચનાએ લગ્ન પછી આ છ ફૂટ જમીન ખરીદી હતી. તે આટલી નાની જમીન પર રહી શકે તેમ ન હતો. આવી સ્થિતિમાં તેઓ પોતે એન્જિનિયરને મળ્યા અને તેનો નકશો પાસ કરાવ્યો. 2012માં નકશો પાસ થયો હતો અને 2015માં બિલ્ડિંગનું કામ પૂર્ણ થયું હતું. આ ઘર તેના માલિકોના પ્રેમની નિશાની છે.
હવે તેને કોમર્શિયલ ઉપયોગ માટે ભાડે આપવામાં આવ્યું છે. પરંતુ તેની ડિઝાઇનના કારણે તે લોકોમાં કુતૂહલનો વિષય બની ગયો છે.