ભારતના દુશ્મનો સાવધાન! બ્રહ્મોસ મિસાઈલનું નવું વર્ઝન તૈયાર, સફળ પરીક્ષણ, IAFએ આપ્યું અપડેટ

બ્રહ્મોસની રેન્જ 500 કિમી સુધીની છે

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
ભારતના દુશ્મનો સાવધાન! બ્રહ્મોસ મિસાઈલનું નવું વર્ઝન તૈયાર, સફળ પરીક્ષણ, IAFએ આપ્યું અપડેટ 1 - image


Brahmos missile successfully test-fired : હાલ ભારતે સૌથી ખતરનાક સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસના સપાટીથી સપાટી પરના નવા સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ તાજેતરમાં જ ભારતીય વાયુસેના દ્વારા પૂર્વીય દરિયા કિનારાના ટાપુઓ નજીક કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાએ આ અંગે ટ્વીટર પર અપડેટ આપ્યું હતું. 

બ્રહ્મોસની ફાયરપાવર કેટલી હશે?

બ્રહ્મોસની રેન્જ 500 કિમી સુધીની છે, જે 1500 કિમી સુધી વધી શકે છે.

દુશ્મનોનો સામનો કરવા માટે તૈયાર 

બ્રહ્મોસથી સજ્જ સુખોઈ-30MKI, તેને ગ્રેટર નિકોબાર દ્વીપ પર તૈનાત કરવામાં આવે તો, દક્ષિણ હિંદ મહાસાગરના વિશાળ વિસ્તારોમાં સ્થિત દુશ્મનની જગ્યાઓ પર હુમલો કરી શકે છે. પાકિસ્તાન અને ચીન સાથેની ભારતની પશ્ચિમી અને પૂર્વીય સરહદો પર તૈનાત સુખોઈ વિમાન આ દેશોની અંદર અને ભારતીય હવાઈ ક્ષેત્રની અંદરથી પણ સ્ટેન્ડ-ઓફ રેન્જમાંથી લક્ષ્યોને હિટ કરી શકે છે.


Google NewsGoogle News