હચમચાવી દેનારી ઘટનાનો VIDEO : બેફામ આવી રહેલી સ્કૂલ રીક્ષા ટ્રક સાથે અથડાઈ, 8 જેટલા વિદ્યાર્થી રોડ પર પટકાયા
રિક્ષા ટ્રક સાથે ધડાકાભેર અથડાયા બાદ વિદ્યાર્થીઓ ઓટોમાંથી ઉછળી બહાર ફેંકાયા
ઘટનાસ્થળે જ કેટલાક વિદ્યાર્થીઓ બેભાન અવસ્થામાં, 2 વિદ્યાર્થીઓની હાલત ગંભીર
અમરાવતી, તા.22 નવેમ્બર-2023, બુધવાર
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આજે સવારે ઓટો રિક્ષા અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં 8 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. સંગમ સારથ થિયેટર પાસે સર્જાયેલ અકસ્તાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. બેફામ આવી રહેલી રીક્ષા ટ્રક સાથે અથડાતા 8 જેટલા વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા છે. વિદ્યાર્થીઓ ઓટો રીક્ષામાં બેથની સ્કુલ જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના બની છે. ફુટેજમાં એક ટ્રક ફ્લાઈઓવર નીચે સિગ્નલ પાર કરતું જોવા મળે છે, આ દરમિયાન બેફાન ગતીએ આવેલ ઓટો રીક્ષાએ ટ્રકને સાઈડમાં અથડાતા અકસ્માત સર્જાયો છે.
વિદ્યાર્થીઓ ઓટોમાંથી ઉછળી બહાર ફેંકાયા
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, રીક્ષા ટ્રક સાથે ધડાકાભેર અથડાયા બાદ રીક્ષામાં બેઠેલા કેટલાક વિદ્યાર્થીઓ ઓટોમાંથી ઉછળીને બહાર પડે છે. ઘટના સમયે આસપાસના લોકો તુરંત દોડી આવે છે અને બાળકોની મદદ કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક બેભાન થયેલા વિદ્યાર્થીઓને હોશમાં લાગવવાના પણ પ્રયાસો કરતા જોવા મળી રહ્યું છે.
2 બાળકોની હાલત ગંભીર
અકસ્માતનો ભોગ બનેલા તમામ વિદ્યાર્થીઓ બેથની સ્કુલના હતા, જેમાં 2 બાળકોની હાલત ગંભીર હોવાના અહેવાલો મળ્યા છે. ઈજાગ્રસ્ત બાળકોને તુરંત નજીકની હોસ્પિટલ લઈ જવાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાસ્થળે ઉપસ્થિત અધિકારીઓએ કહ્યું કે, હાલ વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે.