કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં પીડિતાની ડાયરી મહત્ત્વની કડી, ચાર એંગલ ધ્યાનમાં રાખી CBIની તપાસ
Kolkata Rape & Murder Case: CBI કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં ચાર એંગલથી તપાસમાં કરી રહી છે. જેમાં આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને ચાર છાત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, CBI દ્વારા પીડિતાના પરિવારજનો સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : મંદિર બહાર માતા સાથે સૂતી ત્રણ વર્ષની માસૂમને હેવાને પીંખી નાંખી, વિપક્ષની કડક સજાની માંગ
સમગ્ર ઘટનાની ચાર એંગલથી તાપસ શરુ
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ-હત્યા કેસને દેશભરમાં આક્રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે દેશભરના હોસ્પિટલોના ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. તેમની માંગ છે કે, ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ સાથે હોસ્પિટલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા કડક કાયદો બનાવીને વહેલીતકે લાગુ કરવામાં આવે. બીજી તરફ, કોલકાતા હાઈકોર્ટના નિર્દેશ પર CBI દ્વારા તપાસ શરુ છે, ત્યારે કેન્દ્રીય તપાસ એજન્સી આ ઘટનાને ચાર એંગલથી તપાસ કરી રહી છે.
પહેલા એંગલમાં પૂર્વ પ્રિન્સિપાલ સાથે પૂછપરછ
CBIએ આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સાથે આજે (19 ઑગસ્ટ) ચોથા વખત પૂછપરછ કરી હતી, ત્યારે સતત ઘોષની પૂછપરછથી સાફ થાય છે કે, CBIને તેમના જવાબોથી સંતુષ્ટ નથી. જેમાં પૂર્વ પ્રિન્સિપાલના જવાબોમાં વિરોધાભાસ જોવા મળી છે. જો કે, પીડિતાના પરિવારજનોને હોસ્પિટલમાંથી ફોન કરીને સૌથી પહેલા આત્મહત્યાની થિયરી ઘડવામાં આવી હતી, ક્રાઈમ સીનની જગ્યા સંપૂર્ણપણે સુરક્ષિત ન હતી. આ અંગે પણ CBI સંદીપ ઘોષની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો : કોલકાતા દુષ્કર્મ કેસ: પદ્મ વિજેતા તબીબોનો PM મોદીને પત્ર, આરોગ્યકર્મીઓની સુરક્ષા માટે કાયદાની માંગ
બીજા એંગલમાં પીડિતાની કોલેજના ચાર સ્ટુડન્ટ્સ સાથે પૂછપરછ
આરજી કર મેડિકલના ચાર સ્ટુડન્ટ્સ સાથે પણ CBIએ પૂછપરછ કરી રહી છે. જેમાં અગાઉ પણ આ સ્ટુડન્ટ્સ સાથે CBIની ટીમ પૂછપરછ કરી ચૂકી છે. આ એ સ્ટુડન્ટ્સ છે કે, ઘટનાની રાતે તેમણે સાથે ડિનર કર્યું હતું. જેમાં CBI દ્વારા સ્ટુડન્ટ્સ સાથે પૂછપરછ કરીને ઘટનાની રાતે શું થયેલું તે સાચુ જાણવાની કોશિશ કરી રહી છે. પીએમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, પીડિતાના શરીર પર 14થી વધુ ઘાના નિશાન જોવા મળ્યા છે. પીડિતાને ખરાબ રીતે મારવામાં આવી હતી, દેખીતી રીતે પીડિતા જો ચીસો પાડી હશે તો શું કોઈએ તેનો અવાજ સાંભળ્યો નહીં હોય? CBIની ટીમ આ ચારેય મેડિકલ સ્ટુડન્ટ્સ પાસેથી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે રાત્રે હોસ્પિટલમાં શું થયું હતું.
ત્રીજા એંગલમાં પીડિતાના પરિવારજનો સાથે પૂછપરછ
મહિલા અધિકારી સહિતની CBIની ટીમ પીડિતાના પરિવારજનો સાથે પૂછપરછ કરી રહી છે. તેમાં પીડિતાના કોણ-કોણ નજીકના મિત્રો હતા, હોસ્પિટલને લઈને પીડિતા શું-શું વાતો કરતી હતી, ક્યાં-ક્યાં લોકો સાથે તેની દરરોજ વાતો થતી હતી, આ બધા સવાલોને લઈને CBIની ટીમ પીડિતાના પરિવારજનો સાથે પૂછપરછ કરવાની કોશિશ કરી રહી છે. આ સાથે કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા પીડિતા કોઈ ડાયરી લખવામાં આવતી હતી કે નહીં તેને લઈને તપાસ ચાલી રહી છે.
ચોથા એંગલમાં આરોપીનું CFSL ટેસ્ટ કરી પૂછપરછ ચાલી રહી છે
CBIની ટીમે દિલ્હીથી કોલકાતા પહોંચેલા સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના (CFSL) અધિકારી દ્વારા આરોપી સંજય રોયનું સાયકોલોજિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ દ્વારા આરોપીના મગજ અને વ્યવહારને સમજવાની કોશિશ કરવામાં આવી હતી, ત્યારે CBIની ટીમ દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે.
આ પણ વાંચો : કોલકાતા દુષ્કર્મ-મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ખુદ ચીફ જસ્ટિસ કરશે સુનાવણી
14 થી વધુ ઘાના નિશાન જોવા મળ્યા
કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં અત્યારસુધીમાં પીડિતાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, પીડિતાના શરીર પર 14થી વધુ ઘાના નિશાન જોવા મળ્યા છે. જેમાં કોઈ ફેક્ચર જોવા મળ્યું ન હતું. શરીરના ઘણા ભાગોમાં લોહી ગંઠાવાની સાથે ફેફસામાં રક્તસ્ત્રાવ જોવા મળ્યો હતો.
પીએમ રિપોર્ટ પ્રમાણે ડોક્ટરે શું કહ્યું?
વિસેરા, લોહી અને અન્ય એકત્ર કરાયેલા નમૂનાઓ પૃથ્થકરણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. પીએમ રિપોર્ટ પ્રમાણે, પીડિતાના શરીર અને પ્રાઈવેટ પાર્ટ પર તમામ ઈજાઓ મૃત્યુ પહેલા થઈ હતી. મેડિકલ ઓફિસરે કહ્યું છે કે, 'પીડિતાનું મોત બંને હાથે ગળું દબાવવાને કારણે થયું છે. પીએમ રિપોર્ટમાં મહિલા ડોક્ટરની જાતીય સતામણી થવાની શકયતા દર્શાવવામાં આવી છે.'