'ખેડૂતોને કરેલો વાયદો કેમ પૂરો ના કર્યો...' મોદી સરકારના મંત્રી પર બગડ્યાં ઉપરાષ્ટ્રપતિ ધનખડ
Jagdeep Dhankhar Said About Farmer | ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે ખેડૂતો પ્રત્યે કેન્દ્ર સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કૃષિ મંત્રીને જ પૂછી લીધું કે ખેડૂતોને આપેલા લેખિત વચનો કેમ પાળવામાં આવ્યા નથી. ઉપરાષ્ટ્રપતિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે, 'કૃષિ મંત્રી, દરેક ક્ષણ ભારે છે. હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મને જણાવો કે શું ખેડૂતોને કોઈ વચન આપવામાં આવ્યું હતું? જો જવાબ હાં છે તો પછી આપેલું વચન કેમ પાળવામાં ન આવ્યું, તમે એ વચન પૂરું કરવા માટે અત્યાર સુધી શું કર્યું?
ઉપરાષ્ટ્રપતિએ કૃષિ મંત્રી પર સવાલ ઉઠાવ્યા
એક કાર્યક્રમમાં બોલતા ઉપપ્રમુખ જગદીપ ધનખડે કહ્યું, 'મને એ સમજાતું નથી કે ખેડૂતો સાથે વાતચીત કેમ નથી થઈ રહી. આપણે ખેડૂતને પુરસ્કાર આપવાને બદલે તેમનો યોગ્ય હક્ક પણ નથી આપી રહ્યા. જગદીપ ધનખડે કહ્યું કે , 'ગયા વર્ષે પણ આંદોલન થયું હતું, આ વર્ષે પણ આંદોલન ચાલે છે.
ખેડૂતો લાચાર છે : જગદીપ ધનખડ
સમયનું ચક્ર ફરી રહ્યું છે, આપણે કંઈ કરી રહ્યા નથી. મેં પહેલીવાર ભારતને બદલાતું જોયું છે. મને પહેલીવાર લાગ્યું કે વિકસિત ભારત આપણું સપનું નથી પરંતુ આપણું લક્ષ્ય છે. ભારત વિશ્વમાં આટલા ઊંચા સ્થાને ક્યારેય નહોતું. જ્યારે આવું થઈ રહ્યું છે તો પછી મારો ખેડૂત પરેશાન અને દુઃખી કેમ છે? ખેડૂત જ લાચાર છે.