રાહુલે અમેરિકામાં આપેલા નિવેદન મુદ્દે ભડક્યા ઉપરાષ્ટ્રપતિ ધનખડ, કહ્યું- ‘તેમને દેશના બંધારણની કોઈ જાણકારી નથી’

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
રાહુલે અમેરિકામાં આપેલા નિવેદન મુદ્દે ભડક્યા ઉપરાષ્ટ્રપતિ ધનખડ, કહ્યું- ‘તેમને દેશના બંધારણની કોઈ જાણકારી નથી’ 1 - image


Vice President Jagdeep Dhankar slams Rahul Gandhi : ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન અનામત અંગે ટિપ્પણી કરી હતી. ઉપરાષ્ટ્રપતિએ તેમની ટિપ્પણીનો જવાબ આપી કહ્યું કે, બંધારણીય પદ પર રહેલા વ્યક્તિ દેશના દુશ્મનો સાથે જોડાય, તે વધુ નિંદનીય છે. મને એ વાતથી દુઃખ થયું છે કે, પદ પર બેઠેલા કેટલાક લોકોને રાષ્ટ્રીય હિત વિશે કોઈ ખ્યાલ નથી.

સાચો ભારતીય દેશના દુશ્મનોને સમર્થન આપતો નથી : ધનખડ

રાજ્યસભા ઈન્ટર્નશિપ પ્રોગ્રામની ત્રીજી બેચના સામેલ થનારાઓને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કોઈનું નામ લીધા વિના કહ્યું કે, ‘જો આપણે સાચા ભારતીય છીએ, તો આપણે ક્યારેય દેશના દુશ્મનોને સમર્થન આપીશું નહીં. તેમને દેશના બંધારણની કોઈ જાણકારી નથી. તેઓ આપણા રાષ્ટ્રીય હિત વિશે પણ કશું જાણતા નથી. મને ખાતરી છે કે, તમે જે જોઈ રહ્યા છો, તે જોઈ તમારું લોહી ઉકળતું હશે.’

આ પણ વાંચો : માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના મહા સચિવ સીતારામ યેચુરીનું 72 વર્ષની વયે નિધન

દરેક ભારતીયે દેશની બહાર રાષ્ટ્રના રાજદૂત બનવું પડશે : ઉપરાષ્ટ્રપતિ

તેમણે કહ્યું કે, ‘લોકોએ આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, માતાઓએ પુત્રો ગુમાવ્યા છે, પત્નીઓએ પતિ ગુમાવ્યા છે, તેથી આપણે આપણા રાષ્ટ્રવાદની મજાક ન ઉડાવી શકીએ. દરેક ભારતીયે દેશની બહાર રાષ્ટ્રના રાજદૂત બનવું પડશે. એ દુઃખદ વાત છે કે, બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિ તેનાથી ઉલટું કરી રહ્યા છે. તેનાથી પણ વધુ તેઓ દેશના દુશ્મનોનો ભાગ બની રહ્યા છે, જે તદ્દન નિંદનીય, ઘૃણાસ્પદ બાબત છે.’

રાહુલ ગાંધીએ શું કહ્યું?

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, જ્યારે ભારત ભેદભાવયુક્ત દેશ બનશે, ત્યારે જ કોંગ્રેસ અનામત ખતમ કરવા માટે વિચારશે. જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે, જ્યારે તમે નાણાકીય આંકડા જુઓ છો, ત્યારે આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે. દલિતોને 100 રૂપિયામાંથી પાંચ રૂપિયા મળે છે અને અન્ય પછાત વર્ગ (OBC)ને પણ લગભગ એટલી જ રકમ મળે છે. સત્ય એ છે કે તેમને યોગ્ય ભાગીદારી મળતી જ નથી.

આ પણ વાંચો : કોંગ્રેસના આ પૂર્વ મુખ્યમંત્રીને મોટું પદ મળે તેવી શક્યતા, દિલ્હીમાં થશે મોવડીમંડળ સાથે મુલાકાત


Google NewsGoogle News