Get The App

ઉપરાષ્ટ્રપતિ ધનખડે PM મોદીને યુગપુરુષ ગણાવતા સંજય રાઉત ભડક્યા, જાણો શું કહ્યું

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
ઉપરાષ્ટ્રપતિ ધનખડે PM મોદીને યુગપુરુષ ગણાવતા સંજય રાઉત ભડક્યા, જાણો શું કહ્યું 1 - image


Image Source: Twitter

- છેલ્લી સદીના મહાપુરુષ મહાત્મા ગાંધી હતા જ્યારે આ સદીના મહાપુરુષ પીએમ મોદી છે: ઉપરાષ્ટ્રપતિ ધનખડ

મુંબઈ, તા. 28 નવેમ્બર 2023, મંગળવાર

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના તાજેતરના નિવેદનમાં પીએમ મોદીની પ્રશંસા  કરતા તેમને યુગપુરુષ ગણાવ્યા હતા. હવે ઉપરાષ્ટ્રપતિના આ નિવેદન પર રાજકારણ શરૂ થઈ ગયું છે. શિવસેના (UBT) નેતા સંજય રાઉત પીએમ મોદીને યુગપુરુષ ગણાવતાભડકી ગયા છે અને તેમણે પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપી દીધુ હતું.

શું બોલ્યા સંજય રાઉત

સંજય રાઉતે ઉપરાષ્ટ્રપતિના નિવેદન પર કહ્યું કે, 2024 બાદ પણ પોતાની વાત પર અડગ રહેજો. અમે એ નક્કી ન કરીએ શકીએ કે, કોણ પુરુષ છે, કોણ મહાપુરુષ છે અને કોણ યોગપુરુષ છે. પરંતુ ઈતિહાસ, સદીઓ અને લોકો આ નક્કી કરે છે. મહાત્મા ગાંધીનું સમગ્ર વિશ્વમાં સમ્માન છે. ત્યારબાદ સંજય રાઉતે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, જો એવું હોત તો આપણા જવાનો જમ્મુ કાશ્મીરમાં શહીદ ન થઈ રહ્યા હોત અને ચીન લદાખમાં દાખલ પણ ન થયુ હોત.

સંજય રાઉત ઘણીવાર સત્તાધારી ભાજપ વિરુદ્ધ પોતાના નિવેદનો આપતા રહે છે. હાલમાં જ આદિત્ય ઠાકરેની મથુરાની મુલાકાતને લઈને સંજય રાઉતે કહ્યું હતું કે, 'મથુરા, અયોધ્યા અને દ્વારકા કોઈની સંપત્તિ નથી. અમે હિન્દુત્વની પાર્ટી છીએ અને અમારી પાર્ટીના ઘણા કાર્યકરો મથુરા જઈ ચૂક્યા છે.

ઉપરાષ્ટ્રપતિએ PM મોદીની પ્રશંસા કરતા કહી હતી આ વાત

મુંબઈમાં શ્રીમદ રાજચંદ્રની જયંતી પર આયોજિત એક કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું હતું કે છેલ્લી સદીના મહાપુરુષ મહાત્મા ગાંધી હતા જ્યારે આ સદીના મહાપુરુષ પીએમ મોદી છે. મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસા દ્વારા આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યા હતા. પીએમ મોદી આપણને પ્રગતિના પંથ પર લઈ જઈ રહ્યા છે જ્યાં આપણે હંમેશાથી જવા માંગતા હતા. ઘણા વિપક્ષી નેતાઓએ પણ ઉપરાષ્ટ્રપતિના આ નિવેદનની ટીકા કરી હતી.



Google NewsGoogle News