‘નોટિસ લખનારાએ કાટવાળા ચાકુનો ઉપયોગ કર્યો’, પદ પરથી હટાવવાની માંગ પર બોલ્યા ઉપરાષ્ટ્રપતિ ધનખડ
Jagdeep Dhankhar : ગયા અઠવાડિયે ઉપ-રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ અંગે તેમણે હવે જાહેરમાં નિવેદન આપ્યું છે. ધનખડે કટાક્ષ કરતા કહ્યું હતું કે, બાઈપાસ સર્જરી કરવા માટે કયારેય શાકભાજી સુધરવા માટેના ચાકુનો ઉપયોગ ન કરવો જોઈએ. સાથે જ તેમને કહ્યું કે, બંધારણીય પદની ગરિમા જાળવવી જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિ સામેની વિરુદ્ધ નોટિસ જુઓ, તમે ચોંકી જશો. ભૂતપૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખરજીએ એકવાર કહ્યું હતું કે, 'બાયપાસ સર્જરી માટે ક્યારેય શાકભાજી સુધરવા માટેના કાટવાળા ચાકુનો ઉપયોગ કરશો નહીં."
શું કહ્યું ધનખડે?
મહિલા પત્રકારો સાથે વાત કરતા ધનખડે કહ્યું હતું કે, 'તે નોટિસ શાકભાજી સુધરવા માટેનું ચાકુ પણ ન હતું. તેમાં કાટ લડી ચૂક્યો હતો. આ ખરેખર ઉતાવળભર્યું હતું. મેં જયારે નોટિસને વાંચી તો હું આશ્ચર્યચકિત રહી ગયો હતો. પરંતુ જે વાતે મને વધુ આશ્ચર્યમાં મૂકી તે એ હતી કે તેમાંથી કોઈએ પણ આને વાંચી હતી નહી. જો તેમને વાંચી હોત તો તેઓ ઘણાં દિવસો સુધી સુઈ શક્યા ન હોત.'
લોકશાહી માટે અભિવ્યક્તિ અને સંવાદ જરૂરી
અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારની જરૂરિયાત પર ભાર મુકતા ધનખડે કહ્યું હતું કે, 'જો અભિવ્યક્તિને મર્યાદિત કરવામાં આવી હોય કે તેની સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું હોય કે તો એ લોકશાહી મૂલ્યો ખામીયુક્ત છે. આ લોકતાંત્રિક વિકાસની વિરુદ્ધ છે. કોઈપણ બંધારણીય પદ ગૌરવ, ઉમદા ગુણો અને બંધારણીય પ્રત્યે પ્રતિબદ્ધતા દ્વારા પ્રમાણિત હોવું જોઈએ. આપને હિસાબ બરાબર કરવા માટેની સ્થિતિમાં નથી. કારણ કે લોકશાહીની સફળતા માટે, બે વસ્તુઓ જરૂરી છે. એક અભિવ્યક્તિ અને બીજું સંવાદ. આ બે તત્વો વિના લોકશાહી ન તો પોષી શકાય છે અને ન તો વિકસિત થઈ શકે છે.'
શિયાળુ સત્રમાં ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ
10 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં વિપક્ષે સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. વિપક્ષે આ નોટિસ રાજ્યસભાના સચિવ પીસી મોદીને આપી હતી. આ સાથે વિપક્ષે ધનખડ પર ગૃહમાં પક્ષપાતી વલણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ નોટિસ પર વિપક્ષના 60 સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા.
જો કે, આ નોટિસ પર કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ સોનિયા ગાંધી સહિત કેટલાક પક્ષોના વરિષ્ઠ નેતાઓએ હસ્તાક્ષર કર્યા ન હતા. વિપક્ષેની અવિશ્વાસની દરખાસ્તને ધનખડનું લખવામાં આવેલું ખોટું નામ અને 14 દિવસના નોટિસ પીરિયડને પૂરો ન કરવાના આધાર પર રદ કરી દેવામાં આવી હતી.