વક્ફ બોર્ડ ખતમ કરવાની માગ સાથે દેખાવ કરતી વખતે જ VHP કાર્યકરનું હાર્ટ એટેકથી મોત
Himachal Pradesh: હિમાચલ પ્રદેશના હમીરપુરમાં શનિવારે એક દેખાવ દરમિયાન હાર્ટ એટેકના કારણે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના 46 વર્ષીય સભ્યની મોત થઈ ચુકી છે. આ સંગઠન વક્ફ બોર્ડને ખતમ કરવા અને સંજોલીમાં એક મસ્જિદને તોડી પાડવા તેમજ પ્રવાસીઓની ફરજિયાત ચકાસણીની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યું હતું. દેવભૂમિ સંઘર્ષ સમિતિના આહ્વાન પર જિલ્લામાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું, જેમાં શિમલા, હમીરપુર, મંડી, ચંબા અને નહાનથી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
જેલ ભરો આંદોલનની ચેતવણી આપી
હમીરપુરમાં પ્રદર્શન દરમિયાન જ્યારે પ્રદર્શનકારી અધિકારીઓને મેમોરેન્ડમ આપી રહ્યા હતાં, ત્યારે VHPનો કાર્યકર્તા વરિંદર પરમાર બેભાન થઈ ગયો હતો. તેને પોલીસ વાહનથી હમીરપુર ચિકિત્સા મહાવિદ્યાલય લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પહેલી નજરમાં હાર્ટ એટેકના કારણે મોતનું કારણ જણાવવામાં આવ્યું. આ દરમિયાન, સમિતિના સહ-સંયોજન મદન ઠાકુરે કહ્યું કે, સમિતિ ભાવી વ્યૂહનીતિ નક્કી કરતાં પહેલાં વિવાદિત મસ્જિદ પર 5 ઓક્ટોબર સુધી નિગમ અદાલતના નિર્ણયની રાહ જોશે. તેઓએ 5 ઓક્ટોબર બાદ 'જેલ ભરો આંદોલન' ચલાવવાની ચેતવણી પણ આપી. ઠાકુરે કહ્યું, 'અમારી સામે FIR નોંધવામાં આવી છે, જોકે સંજોલી મસ્જિદથી વીડિયો બનાવવા અને લોકોની ભાવના ભડકાવવાને લઈને AIMIM નેતા શોએબ જમઈની સામે કોઈ કાર્યવાહી કરવામાં મથી આવી. ત્યાં સ્થાનિક લોકોને જવાની પરવાનગી નથી.'
શોએબ જમઈએ સંજોલી મસ્જિદથી વીડિયો બનાવીને કહ્યું હતું કે, 'હું જનહિતની અરજી કરીશ અને માગ કરીશ કે આજુબાજુમાં ચારથી વધારે માળના ભવનોને ગેરકાયદેસર કેમ ન સમજવામાં આવે?' શોએબના આ નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. જોકે, તેની સ્થાનિક નેતા અને સત્તાપક્ષ કોંગ્રેસ તેમજ ભાજપના નેતાઓએ નિંદા કરી હતી. સંજોલી મસ્જિદના એક ભાગની દેખરેખ રાખવાની માગ કરી રહેલા લોકો 11 સપ્ટેમ્બરે જ્યારે બેરિકેડ તોડીને મસ્જિદની નજીક પહોંચી ગયાં અને પથ્થરમારો કરવા લાગ્યા, તો પોલીસે તેમની પર લાઠીચાર્જ કર્યો અને પાણીનો મારો કરવામાં આવ્યો. જેમાં છ પોલીસકર્મી અને ચાર પ્રદર્શનકારી ઘાયવલ થયાં અને 50 પ્રદર્શનકારીઓની સામે ગુનો નોંધવામાં આવ્યો.
'વક્ફ બોર્ડને ખતમ કરો'
સમિતિના સહ સંયોજક મદન ઠાકુરે કહ્યું, 'વક્ફ બોર્ડને ખતમ કરવું જોઈએ. પ્રદર્શનકારીઓ સામે નોંધવામાં આવેલા ગુનાને પરત લેવા3 જોઈએ. ગેરકાયદે મસ્જિદને ધ્વસ્ત કરી દેવી જોઈએ અને બહારના લોકોની ઓળખ અને ફરજિયાત તપાસ થવી જોઈએ.' હમીરપુરમાં શનિવારના પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને તેમના હાથમાં ભગવા બેનર તેમજ ઝંડા હતાં. હિન્દુ અધિકાર સંગઠનના નેતાઓએ માગ કરી કે, હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓના દસ્તાવેજની તાપાસનો પ્રસ્તાવ 2 ઓક્ટોબરે રાજ્યભરમાં થતી ગ્રામ સભાની બેઠકોમાં પસાર કરવામાં આવે. શિમલામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા હતાં. મુસ્લિમ સમુદાયના સભ્યોની દુકાનો બંધ કરી. હિન્દુ દક્ષિણપંથી સમૂહના નેતાઓએ પોતાના સંબોધનમાં માગ કરી કે, 2 ઓક્ટોબરે રાજ્યભરમાં થતી ગ્રામ સભા બેઠકોમાં પ્રવાસીઓના દસ્તાવેજોની તપાસ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવે.