મુસ્લિમ દેશોમાં લાઉડસ્પીકર પર અજાન વગાડવામાં નથી આવતી તો ભારતમાં શા માટે: અનુરાધા પૌડવાલ
- 2017માં લોકપ્રિય ગાયક સોનુ નિગમે પણ લાઉડસ્પીકર પર અજાનની સામે અવાજ ઉઠાવ્યો હતો
નવી દિલ્હી, તા. 07 એપ્રિલ 2022, ગુરૂવાર
દિગ્ગજ ગાયિકા અનુરાધા પૌડવાલે અજાન પર મોટું નિવેદન આપ્યું છે. હજારો લોકપ્રિય ગીતોને પોતાનો અવાજ આપનારી ગાયિકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ભારતમાં અજાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ હવે બંધ કરી દેવો જોઈએ. અનુરાધાએ આગળ જણાવ્યું કે, દેશમાં આ પ્રકારના અભ્યાસની જરૂર નથી.
અનુરાધા પૌડવાલે કહ્યું કે, હું દુનિયાના ઘણા સ્થળોનો પ્રવાસ કરી ચૂકી છું. મેં ભારત સિવાય બીજે ક્યાંય આ નથી જોયું. હું કોઈ પણ ધર્મની વિરુદ્ધમાં નથી પરંતુ અહીં તેને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. તેઓ મસ્જિદમાં લાઉડસ્પીકર પર અજાન વગાડે છે. અન્ય સમુદાય સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો તેઓ લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકે તો બીજા કેમ ન કરી શકે.
તેમણે આગળ જણાવ્યું કે, મેં મધ્ય પૂર્વી દેશોનો પ્રવાસ કર્યો છે. ત્યાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ છે. જ્યારે મુસ્લિમ દેશો તેને હતોત્સાહિત કરી શકે તો ભારતમાં આ પ્રથાની શું જરૂર છે. અને જો આ અભ્યાસ ચાલું રહ્યો તો લોકો લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કરી દેશે અને તેનાથી જે માહોલ સર્જાશે તે સારો નહીં હોય.
તમને જણાવી દઈએ કે આ પ્રથમ વખત નથી બન્યું કે જ્યારે કોઈ સેલેબે લાઉડસ્પીકર પર અજાન પર પ્રતિબંધ લગાવવાની વાત કહી હોય. 2017માં લોકપ્રિય ગાયક સોનુ નિગમે જેને તાજેતરમાં જ પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો તેમણે લાઉડસ્પીકર પર અજાનની સામે અવાજ ઉઠાવ્યો હતો. હવે ડીલીટ કરી દેવામાં આવેલા ટ્વીટમાં તેમણે દરરોજ સવારે અજાન સાંભળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. પોતાના વિવાદિત ટ્વીટ બાદ ગાયકને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.